________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૩૪ કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમક્તિ... મૂળ મારગ. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ... મૂળ મારગ. તેવો સ્થિર સ્વભાવ જે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ... મૂળ મારગ. તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ... મૂળ મારગ. તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજ સ્વરૂપ... મૂળ મારગ.”
- પરમ તત્ત્વદેશ શ્રીમદ રાજચંદ્રજી
સિમ્યગદષ્ટિ
જ્ઞાની
૩૭૫