________________
સમયસાર : આત્મખ્યાતિ
તેને સત્ સ્વરૂપથી ભ્રષ્ટ કરે છે પાડી નાંખે છે અને માયાની ભૂલભૂલામણીમાં ભૂલા પડી તે યોગીને બદલે ‘ભોગી' બને છે ! એટલા માટે જ જ્ઞાની પુરુષોએ વિષયભોગ સાધનને પતન સ્થાન જાણી બાહ્ય સંગનો પણ સર્વથા નિષેધ કર્યો છે, તે સહેતુક છે. પરમાણુમાત્ર પણ પરવસ્તુનો લેશ પણ સંગ કરવા યોગ્ય નથી, એ એમનો નિરંતર ઉપદેશ છે અને એટલા માટે જ અનાસક્ત નિષ્કામ યોગ સાધવા પ્રવર્તાવાની ચેષ્ટા કરનારને અત્રે આદિષ્ટ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ નિષ્કામ કરુણાથી આ પરમામૃત સંભૃત અમૃત કળશમાં સર્વ કોઈને સ્પષ્ટ ગંભીર ચેતવણી રૂપ ‘લાલ બત્તી' આગળ ધરી છે.
5
-
૩૩૩