________________
સમયસાર : આત્મખ્યાતિ
અત્રે ઉક્તનો સારસમુચ્ચય પ્રકાશતાં પુરુષશાર્દૂલ અમૃતચંદ્રજી જ્ઞાનીને ચેતવણી રૂપ લાલ બત્તી દેખાડતો સમયસાર કળશ (૧૯) શાર્દૂલવિક્રીડિત વીરનાદથી ગર્જે છે -
शार्दूलविक्रीडि
ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किंचित्तथाप्युच्यते,' भुंक्ष्वे हंत न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः । बंध: स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते, ज्ञानं सन्वस बंधमेष्यपरथा स्वस्यापराधाद्भुवं ॥१५१॥ શાની ! કર્મ કદી ન યોગ્ય કરવું કૈં તોય કહેવાય છે, ભોગું છું પર મ્હારૂં ના કદી યદિ, દુર્મુક્ત રે ! તું જ છે; હોયે બંધ દિ ભોગથી તુજ શું છે કામચારો નહીં ?
જ્ઞાનં સન્ વસ બંધ પામીશ ન તો તું સ્વાપરાધે સહી. ૧૫૧
અમૃત પદ-૧૫૧
જ્ઞાન સતો વસ ! જ્ઞાની સતત તું, શાની અહો ! અબંધ,
સ્વ અપરાધ થકી નહિ તો તું, ધ્રુવ પામીશ જ બંધ... જ્ઞાન સતો વસ. ૧
જ્ઞાની ! કર્મ કદી કરવું ઉચિત ના, કિંચિત્ કથાય તથાપિ,
યદિ કહે જો ભોગું છું હું, પર મ્હારૂં ન કદાપિ... શાન સતો વસ. ૨
તો નિશ્ચય તું દુર્ભુક્ત જ છો, ભોગ લાલસા ભારી,
છોડી કદાપિ ન છૂટે એવી, ભોગ કુટેવ જ હારી... જ્ઞાન સતો વસ. ૩
યદિ કહે જો બંધ ઉપભોગે, પરનો ભોગ ન હારે,
.
તો કામચાર વિચાર અરે ! તું, શું અહિં છે નહિ ત્યારે ?... જ્ઞાન સતો વસ. ૪
જ્ઞાની સતો વસ નહિ તો, પામીશ બંધ સ્વના અપરાધે,
ભગવાન શાન અમૃત પીતો તું, હે સ્વરૂપ સમાધે... જ્ઞાન સતો વસ. ૫
અર્થ - હે શાની ! કદી પણ કિંચિત્ કર્મ કરવું ઉચિત નથી, તથાપિ જો (હારાથી) એમ કહેવામાં આવે કે હું તો અહો ! ભોગવું છું, પણ પર (પરદ્રવ્ય) કદી પણ મ્હારૂં નથી, તો અરે ! તું દુર્ભુક્ત જ છો ! (અર્થાત્ જે હારૂં નથી તે તું ભોગવે છે, એટલે તું દુષ્ટ ભોગ ભોગવનાર છો - તને તેવી દુષ્ટ ટેવ પડી ગઈ છે !) અને જો હારાથી એમ કહેવામાં આવે કે ઉપભોગથી બંધ હોય નહિ', તો શું તે (આ ત્હારૂં ભોગકર્મ - ભોગપ્રવૃત્તિ) શું કામચાર છે - ઈચ્છા પ્રવૃત્તિ છે ? માટે તું જ્ઞાન સતો વસ 1 નહિ તો ‘સ્વ ના’ ત્હારા પોતાના અપરાધથી ધ્રુવપણે બંધને પામીશ. ૧૫૧
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
“તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે.
તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું.''
૩૩૦
- શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૮૬), ૧૦૮