________________
સમયસાર : આત્મખ્યાતિ
આમ સ્વ-૫૨નો ભેદ જેણે જાણ્યો છે એવા જ્ઞાનીને રાગરસના ઘડાનું ‘રિક્તપણું’ ખાલીખમ પણું વર્તે છે, એટલે સર્વત્ર – સર્વ પરભાવ પ્રત્યે એને રાગરસનું બિન્દુ પણ રહેવા વિષયોનું વિપાક વિરસપણું : પામતું નથી - શૂન્યપણારૂપ ‘બિન્દુ જ' મોટું મીંડું જ રહેવા પામે છે, શાનીનો પરમ વિષય વૈરાગ્ય એટલે એ પરભાવના જ અંગભૂત મન-વચન-કાયાના વિષયરૂપ કર્મ પ્રત્યે કે ઈંદ્રિયભોગ પ્રત્યે પણ રાગરસનું શૂન્યપણું જ હોય છે - રાગરસ પ્રત્યે ‘વિરસપણું' જ વિગતરસપણું જ હોય છે. કારણકે તે સારી પેઠે જાણે છે કે - વિષય ભોગપ્રવૃત્તિનું વિપાક વિરસપણું છે, વિપાકે - પરિણામે તે અવશ્ય વિરસ નીવડે છે. ને વિષયો પ્રથમ સરસ લાગે છે, જ પરિણામે વિરસ - રસહીન - લૂખા લાગે છે. જે વિષયો પ્રારંભમાં મીઠા ને આકર્ષક ભાસે છે, તે જ પ્રાંતે તેનો મોહ ઉતરી જતાં કડવા ને અનાકર્ષક જણાય છે. જે પુદ્ગલોના રૂપ-રસ-ગંધ-સ્પર્શ-શબ્દ પ્રથમ સરસ ને મનોજ્ઞ હતા, તે જ પુદ્ગલના સ્વભાવ પ્રમાણે વિપરિણામ પામતાં - વિ૨સ થઈ જતાં અમનોશ - અકારા લાગે છે. કારણકે પૂરાવું ને ગળવું જ્યાં નિરંતર થયા કરે છે તે પુદ્ગલ’ છે અને સડવાનો – વિધ્વંસ પામવાનો તેનો સ્વભાવ છે. આવા પુદ્ગલ રૂપ વિષયો ભોગવતાં તો પ્રારંભે મીઠાં લાગે છે, પણ પરિણામે માઠા દુર્ગતિ કારણ થાય છે. કિંપાક ફલ ઈંદ્રવારણાના ફળ દેખાવે સુંદર જણાય છે, પણ ખાધા પછી શીઘ્ર પ્રાણહારી થાય છે, તેમ આ વિષયો ભોગવતાં સરસ લાગે છે, પણ પરિણામે વિ૨સ થઈ પડે છે. જ્ઞાનીઓએ આ ‘ભોગોએ *ભુજંગના ભોગ જેવા - સાપની ફણા જેવા કહ્યા છે, તે શીઘ્ર પ્રાણ હરે છે, ને તે ભોગવતાં દેવોને પણ સંસારમાં રખડવું પડે છે.’ આમ વિષય સેવન રૂપ ઈંદ્રિયભોગનું વિપાક વિરસપણું જે જાણે છે તે જ્ઞાનીને વિષયભોગ પ્રત્યે કે મન-વચન-કાયા વિષયરૂપ કર્મ પ્રત્યે રાગરસનો બિન્દુ રૂપ અંશ પણ કેમ હોય ? અને રાગરસનું મોટા મીંડાના જેવું શૂન્યપણું હોય તો પૂર્વ પ્રારબ્ધોદય ભોગ છતાં તે કર્મનો પરિગ્રહ તેને ક્યાંથી હોય ?*
-
.
*
-
-
"भोगा भुजङ्गभोगाभाः सद्यः प्रणापहारिणः ।
સેવ્યનાનાઃ પ્રનાવતે, સંસારે ત્રિવીરવિ ।।'' - શ્રી શુભચંદ્રાચાર્યજી કૃત ‘શાનાર્ણવ’
આ કળશ કાવ્યના ભાવને કવિવર બનારસીદાસજીએ આ પ્રકારે બહલાવ્યો છે - વિકસાવ્યો છે - જેમ ફટકડી, લોધ અને હરડેના પુટ વિના શ્વેત વસ્ત્ર મજીઠ રંગના પાણીમાં નાંખિયે, તે લાંબો વખત ભીનું રહે પણ સર્વથા લાલ હોય નહિ, અંતર ભેદે નહિ ને ‘ચીરમાં’ - વસ્ત્રમાં સફેદાઈ રહે - ‘ભેદે નહિ અંતર સુફેદી રહૈ ચીરમૈં', તેમ સમકિતવંત રાગ-દ્વેષ-વિના રાત દિવસ પરિગ્રહની ભીડમાં રહે - ‘રહૈ નિશિ વાસર પરિગ્રહ કી નીરમૈં', પૂર્વ કર્મ હરે - દૂર કરે ને નવો બંધ કરે નહિ - ‘પૂરવ કરમ હરે નૂતન ન બંધ કરૈ', જગત્ સુખ જાચે નહિ ને શરીરમાં રાચે નહિ - ‘જાયૈ ન જગત સુખ રાયૈ ન સરીર મેં.’
જૈસે ફિટકડી લોદ હરડેકી પુટ વિના, સ્વેત વસ્ત્ર ડારિયે મજીઠ રંગ નીર મૈં,
ભીગ્યૌ હૈ ચિરકાલ સર્વથા ન હોઈ લાલ, ભેદૈ નહિ અંતર સુફેદી રહૈ ચીર મૈં, તૈમૈં સમકિતવંત રાગ દ્વેષ મોહ બિનુ, રહૈ નિશિ વાસર પરિગ્રહકી ભીર મૈં,
-
પૂરવ કરમ હરૈ નૂતન ન બંધ કરૈ, જાગૈ ન જગત સુખ રાયૈ ન સરીર મેં.'' - શ્રી બનારસીદાસજી કૃત સ.સા.નિ. અ. ૩૪ એ જ કવિવર ઓર વિશેષ કવે છે - જેમ કોઈ દેશનો વસનારો બલવંત નર જંગલમાં જઈ ‘મધુછત્તાને' – મધપુડાને ગ્રહે છે, તેને ચારે કોર મધુમક્ષિકા લપટાઈ છે, પણ કંબલની ઓટને લીધે (ઓઢવાને લીધે) તે ‘અડંખિત’ રહે છે, તેણે કાંબલ ઓઢી છે તેથી તેને ડંખ લાગતો નથી ! તેમ સમકિતી શિવસત્તાનું સ્વરૂપ સાધે છે, ઉદયની ઉપાધિને સમાધિ સમી કહે છે - ‘ઉપૈકી ઉપાધિ કૌ સમાધિસી કહતુ હૈ !' સહજનો સન્નાહ - બાર હેરે છે, મનમાં ઉત્સાહ છે, સુખનો રાહ - રસ્તો ગ્રહે છે, ઉદ્વેગ લેતો નથી – પામતો નથી - ‘પહિરૈ સહજ કો સનાહ મનમેં ઉછાહ, ઠારૈ સુખરાહ ઉદવેગ ન લતુ હૈ.'
જૈસૈ કાણુ દેસકી બસૈયા બલવંત નર, જંગલમૈં જાઈ મધુ-છત્તાકો મહતુ હૈ,
વાૌં લપટાંહિ ચહુ ઓર મધુમચ્છિકા પૈ, કંબલકી ઓરસૌં અકિત રહતુ હૈ,
તૈð સમકિતી સિવસત્તા કૌ સ્વરૂપ સાધૈ, ઉછૈકી ઉપાધિકૌ સમાધિસી કહતુ હૈ,
પહિરે સહજકૌ સનાહ મનમેં ઉછાહ, ઠાને સુખ-ગ્રહ ઉદવેગ ન લગતુ હૈ.'' - શ્રી બના. કૃત સ.સા. નિ. ૩૫
૩૧૪