________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૪૮ ઉક્તનો સારસમુચ્ચય રૂપ સમયસાર કળશ (૧) કહે છે -
ज्ञानिनो न हि परिग्रहभावं, कर्म रागरसरिक्ततपैति । रागयुक्तिरकषायितवस्त्रे, स्वीकृतैव हि बहिर्जुठतीह ॥१४८॥ જ્ઞાનિને ન જ પરિગ્રહ ભાવ, કર્મ રાગરસરિક્તપણાથી; રાગમુક્તિ અકષાયિત વચ્ચે, સ્વીકૃતા જ અહિં લોટતી હારે. ૧૪૮
અમૃત પદ-૧૪૮ જ્ઞાનીને કર્મ ન પરિગ્રહ ભાવ, જ્ઞાનીને કર્મ ન પરિગ્રહ ભાવ; કર્મ પરિગ્રહ ભાવ ન પામે, પામે નહિ અહિ સાવ... જ્ઞાનીને કર્મ ન પરિગ્રહ ભાવ. ૧ રાગરસથી ખાલીખમ તે, ખાલી ઘટ શું ભાવ ! રાગરસથી કોરા જ્ઞાની, કોરા ધોકાડ સાવ... જ્ઞાનીને કર્મ ન. ૨ રાગમુક્તિ અકષાયિત વચ્ચે, સ્વીકૃત જ લોટે બહાર; પણ અંતઃમાં પેસે જ નહિ, રહે બહારની વ્હાર.. જ્ઞાનીને કર્મ ન. ૩ કર્મ પરિગ્રહ ભાવથી નિગ્ધ, જ્ઞાની ન જ લોપાય; અસંગ જ્ઞાની ભગવાન અમૃત, સ્વરૂપમાં જ સમાય... જ્ઞાનીને કર્મ ન. ૪
અર્થ - જ્ઞાનીને નિશ્ચય કરીને કર્મ રાગરસની રિક્તતાએ (ખાલીપણાએ – શૂન્યતાએ કરીને) પરિગ્રહ ભાવ પામતું નથી, અહીં રાગમુક્તિ સ્વીકૃત જ (સતી) અકષાયિત વસ્ત્રની હારમાં આળોટે છે.
અમૃત જ્યોતિ” મહાભાષ્ય જે કંઈ ઉપાધિ કરાય છે, તે કંઈ સ્વપણાને કારણે કરવામાં આવતી નથી, તેમ કરાતી નથી. ** ગૃહસ્થપણું પણ વનવાસીપણે ભજાય એવો આકરો વૈરાગ્ય વર્તે છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૩૪૦
ઉપરમાં “આત્મખ્યાતિના ગદ્ય ભાગમાં જે વિવરી દેખાડ્યું, તેના સમર્થનાર્થે સારસમુચ્ચયરૂપ આ કળશ કાવ્ય સંગીત કર્યું છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - “જ્ઞાનિનો ન હિ પરિપ્રહમાવં વર્ષ
રરરવતતિ'. “જ્ઞાનીનો નિશ્ચયે કરીને કર્મ રાગરસની રિક્તતાએ રાગરસ રહિત જાનીને કર્મ કરીને પરિગ્રહ ભાવને પામતું નથી.” અર્થાત્ જે કર્મ – પૂર્વે બાંધેલા કર્મ છે, પરિગ્રહ ભાવ પામતું નથીતેના અધ્યવસાન ઉદય હોય છે - તે કર્મ પ્રત્યેનો રાગરસ જ્ઞાનીને સર્વથા છૂટી વસ્ત્ર દૃષ્ટાંત
ગયો છે - ખાલી થયો છે. જેમ કોઈ ઘડામાં જલ ભર્યું હોય ને તે “રિક્ત” -
ખાલી કરવામાં આવે એટલે તેનો કાંઈ પરિગ્રહ ભાવ હોય નહિ, તેમ કર્મ છે તે પ્રત્યેનો રાગરસથી ભરેલો ઘડો રિવત' - ખાલી કરી નાંખવામાં આવ્યો છે એટલે તેનો પરિગ્રહ ભાવ હોય નહિ. આમ રાગરસની રિક્તતાએ કરીને - ખાલીપણાએ કરીને - શૂન્યતાએ કરીને કર્મ જ્ઞાનિના પરિગ્રહ ભાવને પામતું નથી. અત્રે કવીશ્વર અમૃતચંદ્રજીએ સુંદર દૃષ્ટાંત રજૂ કર્યું છે - “યુક્તિરષષિત વચ્ચે વીર્તવ દિ વર્તિતીર્દ', - “રાગમુક્તિ' - રાગ - રંગ લગાડવામાં આવે તે અકષાયિત વસ્ત્રમાં અસ્વીકૃત જ રહી ખરેખર ! અહીં બહારમાં આલોટે છે', અર્થાતુ અમુક દ્રવ્યોથી - ફટકડી - હરડે લોધ વગેરેથી કપડાંને કષાયિત કરવામાં આવ્યું હોય તેને મજીઠના રંગ લગાડવામાં આવે તો લાગે છે, પણ જેને તેવું કષાયિત કરવામાં આવ્યું નથી તેને રાગયુક્તિ કરવામાં આવે - રંગ લગાડવામાં આવે તો તે કપડું રંગ પકડતું નથી - રંગનો અસ્વીકાર જ કરે છે ને રંગ હારનો હાર જ રહે છે, જરા પણ અંત:પ્રવેશ કરતો નથી. તેમ જ્ઞાની પણ અષાયિત વસ્ત્ર જેવા “અકષાયિત છે – કષાય રહિત નિષ્કષાય છે. એટલે રાગમુક્તિ - રાગનો યોગ - સંબંધ અસ્વીકૃત જ રહી તેને બહારમાં ને બહારમાં જ આલોટ્યા કરે છે, અંતરમાં લેશ પણ પ્રવેશ કરતો નથી. અર્થાત્ નિષ્કષાય જ્ઞાની અન્ય દ્રવ્યના રાગથી - રંગથી રહિત છે, એટલે તેને રાગનો રંગ અસ્વીકૃત જ રહી બહારની બહાર જ વર્યા કરે છે, અંતરમાં લાગતો જ નથી.
૩૧૩