________________
સમયસાર : આત્મખ્યાતિ
પદના પરિવર્તનથી રાગ-દ્વેષ, ક્રોધ-માન-માયા-લોભ, કર્મ-નોકર્મ, મન-વચન-કાય, શ્રોત્ર-ચક્ષુ, ઘાણ-રસન-સ્પર્શન એ સોળ સૂત્રો વ્યાખ્યય (વ્યાખ્યા કરવા યોગ્ય) છે, આ દિશાથી અન્યો પણ ચિંતવી લેવા. ૨૧૧
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય કોઈ પણ પરપદાર્થને વિષે ઈચ્છાની પ્રવૃત્તિ છે અને કોઈપણ પર પદાર્થના વિયોગની ચિંતા છે તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે, તેમાં અંદેશો ઘટતો નથી.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. પપ૧
અત્રે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ છે નહિ એમ કથન કર્યું છે અને પરમ ભાવિતાત્મા પરમર્ષિ અમૃતચંદ્રજીએ તેનું પરમ તત્ત્વવૈજ્ઞાનિક (most scientific) પરિભાવન કર્યું છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - ઈચ્છા પરિગ્રહ છે - “ચ્છા રદ્દ.', કંઈ પણ ઈચ્છવા રૂપ “ઈચ્છા” - અભિલાષા - કામના -
સૃહા - આશા - તૃષ્ણા - મૂચ્છ તે જ “પરિગ્રહ' છે, “પરિ' - સર્વથા શાનીને અધર્મ પરિગ્રહ નથી: ચોતરફથી પ્રહની જેમ ગ્રહતો “ગ્રહ' એવો મમત્વ રૂપ - મૂચ્છભાવ રૂપ શાયક એક ભાવ “પરિગ્રહ' છે. ‘તસ્ય પરિબ્રહો નાસ્તિ વચ્ચે હૃચ્છા નાસ્તિ' - તેને પરિગ્રહ છે
નહિ, જેને ઈચ્છા છે નહિ, ઈચ્છા તો અજ્ઞાનમય ભાવ છે - ૭ ત્વજ્ઞાનમયો ભાવઃ', કંઈ પણ ઈચ્છવા રૂપ ઈચ્છા તો કેવળ અજ્ઞાન અજ્ઞાન ને અજ્ઞાનથી જ નિષ્પન્ન થયેલો “અજ્ઞાનમય જ' ભાવ છે અને અજ્ઞાનમય ભાવ તો જ્ઞાનીને છે નહિ, જ્ઞાનિને જ્ઞાનમય જ ભાવ છે - જ્ઞાનીને કેવલ જ્ઞાન જ્ઞાન ને જ્ઞાનથી જ નિષ્પન્ન થયેલો “જ્ઞાનમય જ ભાવ છે. તેથી જ્ઞાની ઈચછા ૩૫ અજ્ઞાનમય ભાવના “અભાવને લીધે' - નહિ હોવાપણાને લીધે અધર્મને નથી ઈચ્છતો. તેથી જ્ઞાનીને અધર્મ પરિગ્રહ નથી, જ્ઞાન જ્ઞાન ને જ્ઞાનથી જ નિષ્પન્ન થયેલો કેવલ “જ્ઞાનમય’ ‘એક’ - અદ્વિતીય - અદ્વૈત “જ્ઞાયક ભાવના’ - જાણપણા રૂપ ભાવના “ભાવને લીધે - હોવાપણાને લીધે અધર્મનો “કેવલ” - માત્ર “જ્ઞાયક જ - જાણનારો જ - જ્ઞાતા જ ‘આ’ - જ્ઞાની હોય.
અને એમ જ – એ જ પ્રકારે “અધર્મ' પદના “પરિવર્તનથી' - પલટનથી - ફેરફારથી અર્થાત્ અધર્મ પદને ફેરવીને તેને સ્થાને -
(૧) રાગ, (૨) દ્વેષ એ બે મૂલ ભાવકર્મ, (૩) ક્રોધ, (૪) માન, (૫) માયા, (૬) લોભ એ ચાર કષાય રૂપ ઉત્તર ભાવકર્મ,
(૭) કર્મ - પુદ્ગલમય અષ્ટવિધ દ્રવ્ય કર્મ, (૮) નોકર્મ - કર્મ ભોગવવાના અને બંધાવાના વાહન રૂપ પંચવિધ શરીર,
(૯) મન, (૧૦) વચન, (૧૧) કાય - એ શરીર આશ્રયી ત્રિવિધ યોગ,
(૧૨) શ્રોત્ર, (૧૩) ચક્ષુ, (૧૪) ઘારણ, (૧૫) રસન, (૧૬) સ્પર્શન - એ કાયયોગ આશ્રિત પંચવિધ ઈદ્રિય વર્ગ -
- એ સોળ સૂત્રો અનુક્રમે વ્યાખ્યા કરવા યોગ્ય છે, આ દર્શાવેલ સૂચિત દિશા પ્રમાણે બીજા પણ તેવા તેવા સૂત્રો સ્વયં સમજી લેવા - સ્વબુદ્ધિથી ચિંતવી લેવા - સનયા રિશSચા ખૂલ્લાનિ |
ઈચ્છા પરિગ્રહ - તેને પરિગ્રહ નાસ્તિ જેને ઈચ્છા નાસ્તિ | ઈચ્છા અજ્ઞાનમય ભાવ||- અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને નાસ્તિ જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ અસ્તિ જ્ઞાની અજ્ઞાનમય ભાવ - ઈચ્છાના અભાવથી – અધર્મ ન ઈચ્છતો તેથી જ્ઞાનિને
અધર્મ પરિગ્રહ નાસ્તિ જ્ઞાનમય એક જ્ઞાયક ભાવના ભાવથી
અધર્મનો કેવલ જ્ઞાયક આ હોય
1 1
૨૮૮