________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૨૦૮ ત્યાં સર્વત્ર તેનો અનુગામી થઈ, સાચું મિત્રપણું અદા કરે છે, સર્વત્ર હિતસ્વી રહી આત્મકલ્યાણ સાધી, સાચો નિર્ચાજ મિત્રધર્મ બજાવતો રહે છે. એટલા માટે આવા પરમાર્થ પ્રેમી ધર્મ રૂપ પરમ કલ્યાણ મિત્રનો સંસર્ગ હારે કદી પણ છોડવો યોગ્ય નથી અને આત્માના “પરરૂપ” - પરમ શત્રરૂપ આ પદ્રવ્યના પરિગ્રહનો પ્રપંચ હારે જોડવો યોગ્ય નથી. કારણકે મનુષ્ય ગમે તેટલા છળ પ્રપંચો કરી, ગમે તેટલા કાળા ધોળા કરી, ગમે તેટલું ધન સંચય કરે, ગમે તેટલી “દો-લત' એકઠી કરે, ગમે તેટલા વાડી વજીફા ને બાગ-બંગલા બંધાવે, ગમે તેટલી ઋદ્ધિ-સમૃદ્ધિ મેળવે, અરે ! સકલ શત્રુદલને પદદલિત કરી વિશ્વનું એકછત્રી સામ્રાજ્ય સાધી ચક્રવર્તી પદવી પણ પ્રાપ્ત કરે, તો પણ જ્યારે મૃત્યુ વેળા આવી પહોંચે છે, ત્યારે તે બધું ય એમને એમ ધર્યું રહે છે, જે જ્યાંનું છે ત્યાંનું ત્યાં જ પડ્યું રહે છે, ને યમરાજની આજ્ઞાથી આ કાયા રૂપ કોટડી એક ક્ષણની પણ નોટીસ વિના તાબડતોબ ખાલી કરી, એ બધોય પરિગ્રહ પરાણે મૂકીને જેવા આવ્યા તેવા ખાલી હાથે પાછા ચાલ્યા જવું પડે છે. મહા પરાક્રમી વિજેતા એલેક્ઝાંડર (સિકંદર) જ્યારે મૃત્યુ શય્યા પર હતો ત્યારે તેણે એવો આદેશ કર્યો હતો કે હારી ઠાઠડી જ્યારે લઈ જવામાં આવે ત્યારે મારી મુઠ્ઠી ખુલ્લી રાખજો, ને જગતને બતાવજો કે આ સિકંદર ખાલી હાથે આવ્યો હતો ને ખાલી હાથે જાય છે. તેમ સર્વ કોઈ ખાલી હાથે આવે છે ને ખાલી હાથે જાય છે. સાથે આવે છે માત્ર એક ધર્મ મિત્ર જ, એટલે હાથે તે સાથે' એમ સમજી હું પરદ્રવ્ય પરિગ્રહ પ્રપંચ ત્યજી, મ્હારા સ્વધર્મ સ્વભાવને જ ભજું.
“પરિગ્રહની મમતા કરીજી, ભવ ભવ મેલી રે આથ; જે જ્યાંની તે ત્યાં રહી, કોઈ ન આવી સાથ રે... જિનજી ! મિચ્છા દુક્કડ આજ.”
- શ્રી વિનયવિજયજી કૃત શ્રી પુણ્યપ્રકાશ સ્તવન પુકવીને જે છત્ર પરે કરે, મેરુનો કરે દંડ રે, તે પણ ગયા હાથ ઘસતા, મૂકી સર્વ અખંડ... માયા જાલ રે.” - શ્રી રૂપવિજયજી
“ચેતન ! તારા જવા પછી એ શું કરે છે ? તું જે તેઓને માટે આખો ભવ ધૂળ ઘાલી રળ્યો, ખપ્યો તેનું તો ગમે તે થાઓ, સારી ગતિ થાઓ કે માઠી થાઓ, તેનો તો તેઓને વિચાર પણ નથી, પણ ઉલટા તારા જવા પછી તારાં દ્રવ્યની ભાંગફોડ કરે છે, તે બેંચી લે છે, તે હેંચણીમાં તોફાન કરે છે, કોઈને ઓછું મળે છે, કોઈને વધારે મળે છે, આથી વિરોધ થાય છે, કોઈ તને જશ આપે છે, કોઈ તારાથી ચેડાં કાઢે છે ઈ.”
- શ્રી મનસુખભાઈ કિરતચંદ્ર કૃત શાંતસુધારસ વિવેચન (મૃત્યુ સુધારક બોધ)
7 જ્ઞાની સમ્યગૃષ્ટિ,