________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૪૩
ગમે તેટલા ક્રિયાકાંડરૂપ કર્મના “બળથી' થવું દુષ્કર છે, તે બોધકળાની “કળથી' થવું સાવ સુકર છે. હાથીને પૂંછડેથી ખેંચવા ગમે તેટલું બળ અજમાવે તો ય ન ખેંચાય અથવા ખેંચવું ભારી પડેપણ સૂંઢથી દોરવાથી સાદી કળ અજમાવે તો હાથી આપોઆપ અનુસરે અને સુગમતાથી ખેંચાતો આવે, તેમ જ્ઞાનશૂન્ય કર્મોનું ગમે તેટલું બળ અજમાવવા મથે તોય આ પદ પામવું દુર્લભ છે, પણ આત્માના સહજ સ્વભાવભૂત “સહજાત્મ સ્વરૂપ” બોધ કલાની સાવ સાદી કળ પ્રયોજે તો આ પદ પામવું સહજ છે. કોઈ તાળું ઉઘાડવા માટે ગમે તેટલા બળથી હથોડા મારે તોય ઉઘડે નહિ અથવા તાળું જ ભાંગી જાય, પણ તેની કળ ઉઘાડનારી એક નાનકડી કૂચી વાપરે તો તાળું સહેલાઈથી ઉઘડી જાય, અરે ! એવા સેંકડો તાળાઓ પણ ઉઘડી શકે. તેમ આ જ્ઞાનપદનું તાળું ઉઘાડવા માટે જ્ઞાનશૂન્ય કર્મના ગમે તેટલા હથોડા મારે તોય ઉઘડે નહિ અથવા તાળું જ ભાંગી જાય ! પણ તેની રહસ્ય રૂપ કળ ઉઘાડનારી સહજ બોધકલા રૂપ - “સહાત્મસ્વરૂપ” પરમ મંત્રની એક નાનકડી કૂચી પ્રયોજે તો જ્ઞાનનું તાળું સહેલાઈથી ઉઘડી જાય, અરે ! તેવા અસંખ્ય તાળા ઉઘડી શકે, ઈતિ યાવત. અથવા તો “સહજ બોધકલા” એટલે સહજ બોધરૂપ ચંદ્રની “કલા'- એક અંશથી પણ તે પદ પામવું સુલભ છે. કર્મોના ગંજના ગંજ ખડકવાથી જે પદ પામવું દુર્લભ છે, તે પદ ‘સહજત્મસ્વરૂપ’ બોધ – ચંદ્રની એક સહજત્મ સ્વરૂપ બોધકળા અંશથી સાવ સુલભ છે અને આ પદ પામવું એજ એક મુમુક્ષનું પ્રયોજન છે. એટલા માટે આમ નિજ બોધકળાના બળ થકી જે પદ પામવું સુલભ છે, તે આ પદને સહજત્મસ્વરૂપ નિજ બોધકળાના બળ થકી કળવાને જગત સતત નિરંતર યત્ન કરો ! પ્રયાસ કરો ! આત્મપુરુષાર્થ કરો ! એમ સહજ નિજ બોધકલાના ષોડશાંશે પ્રકાશમાન સાક્ષાત્ સહજાત્મસ્વરૂપ ભગવાન અમૃતચંદ્રાચાર્યજી પરમર્ષિએ અત્રે નિષ્કારણ કરુણાથી સમસ્ત જગતને પરમ પ્રેમમય આહ્વાન કર્યું છે.
આકૃતિ
આ પદ
/સહજ\ કર્મ | : : (બોધ કલા) દુરાસદ દુષ્કાય). સુલભ,
તતઃ K.
નિજ બોધકલા) –
બળથી
આ પદ મળવાને જુગતુ સતત યત્ન કરો
૨૬૯