________________
સમયસાર : આત્મખ્યાતિ
તેથી જ્ઞાનશૂન્ય એવા બહુઓ પણ બહુ પણ કર્મ વડે કરીને આને ઉપલંભતા નથી અને આને (જ્ઞાનને) અનુપલંભતાં (તેઓ) કર્મોથી વિપ્રમુક્ત થતા નથી, તેથી કર્મમોક્ષાર્થીએ કેવલ જ્ઞાન અવખંભથી નિયત જ એવું આ એક પદ ઉપલંભવા યોગ્ય છે. ૨૦૫
અમૃત જ્યોતિ' મહાભાષ્ય સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તદ્ ધ્યાન મહીં.” પરશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે, જય તે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, (અંતિમ કાવ્યની અંતિમ ગાથા) ઉસ્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે ગમે તેટલી કષ્ટ ક્રિયા કરો કે મહાવ્રત તાપભાર ઉઠાવો તો પણ જ્ઞાનગુણ વિના મોક્ષ નથી એમ આ ગાળામાં પ્રતિપાદન કર્યું છે અને પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ તેનું અનન્ય મીમાંસન કરી અપૂર્વ પરમાર્થ પ્રકાશ્યો છે - કારણકે ફુટપણે સકલ પણ કર્મથી જ્ઞાનનો
અનુપલંભ” - અનનુભવ - અપ્રાપ્તિ છે, શાને લીધે ? કર્મમાં જ્ઞાનના પ્રકાશનને લીધે. ત્યારે જ્ઞાનનો ઉપલંભ - અનુભવ - પ્રાપ્તિ - લાભ શાથી થાય ? વત્તેન જ્ઞાનેનૈવ - કેવલ - માત્ર જ્ઞાનથી જ જ્ઞાનનો ઉપલંભ’ - અનુભવ - પ્રાપ્તિ લાભ છે - જ્ઞાનસ્થાપનંમ:, શાને લીધે ? જ્ઞાનમાં જ જ્ઞાનના પ્રકાશનને લીધે. કારણકે આમ છે તેથી શું ? તેથી “જ્ઞાનશૂન્ય” – જ્ઞાન વિહીના એવા બહુઓ - ઘણાઓ પણ બહ - ઘણા પણ કર્મથી પણ આને - જ્ઞાનને “ઉપલભતા” નથી - અનુભવતા નથી - પામતા નથી અને આને - જ્ઞાનને અનુપલભતા' - ન અનુભવતા - ન પામતા તેઓ કર્મોથી વિપ્રમુક્ત' થતા નથી, વિશેષ કરીને પ્રકૃષ્ટપણે - સર્વથા મુક્ત થતા નથી. તેથી - આ પરથી એ ફલિત થાય છે કે કર્મથી મોક્ષ - છુટકારો - નિબંધન પામવાના અર્થી - કામી એવા કર્મમોક્ષાર્થીએ “નિયત જ' - નિશ્ચિત જ - ત્રણે કાળમાં ન ચળે એવું નિશ્ચય રૂપ જ “આ” - પ્રત્યક્ષ અનુભવાઈ રહેલું એક “જ્ઞાનપદ' ઉપલભવા યોગ્ય છે - અનુભવવા યોગ્ય - પામવા યોગ્ય છે. શા વડે કરીને ? કેવલ – જ્ઞાન “અવખંભ' - આધાર - ઓથ વડે કરીને - વત્તજ્ઞાનવિમેન |
અર્થાત્ - કારણકે કર્મને વિષે “જ્ઞાનનું અપ્રકાશન છે' - fજ જ્ઞાનરૂત્રાશનાત, જ્ઞાનનું પ્રકાશન – પ્રકાશવું છે નહિ, કર્મને વિષે જ્ઞાનનું પ્રકાશવું ભાસતું નથી, તેથી કરીને સકલ પણ કર્મથી - સમસ્ત પણ કર્મ વડે કરીને જ્ઞાનનો “અનુપલંભ” છે - જ્ઞાનનો અનનુભવ - અલાભ - અપ્રાપ્તિ છે, અનુભવ - પ્રાપ્તિ છે નહિ, એટલે કે સમસ્ત પણ કર્મ વડે કરીને જ્ઞાનનો “ઉપલંભ” - અનુભવ કે લાભ હોતો નથી. આથી ઉલટું - “જ્ઞાન વિજ્ઞાન પ્રકાશનીવું - જ્ઞાનમાં જ જ્ઞાનના પ્રકાશનને લીધે, જ્ઞાનને વિષે જ જ્ઞાનનું પ્રકાશન છે - જ્ઞાનને વિષે જ જ્ઞાનનું પ્રકાશવું ભાસે છે તેને લીધે કેવલ જ્ઞાનથી જ જ્ઞાનનો ઉપલંભ છે', કેવલ' માત્ર - એક જ્ઞાન વડે કરીને જ જ્ઞાનનો “ઉપલંભ” - અનુભવ - લાભ - પ્રાપ્તિ હોય છે. આમ સકલ પણ કર્મથી જ્ઞાનનો “ઉપલંભ' - અનુભવ - પ્રાપ્તિ - લાભ હોતો નથી અને “કેવલ” જ્ઞાનથી જ જ્ઞાનનો “ઉપલંભ' - અનુભવ - પ્રાપ્તિ લાભ હોય છે, તેથી કરીને જેને જ્ઞાનને નામે મોટું મીંડું છે, એવા જ્ઞાનશૂન્ય જ્ઞાનશૂચ:' બહુજનો પણ બહુ – ઘણા પણ કર્મ વડે કરીને પણ - વના િર્માં ' - પણ “આને' - આ જ્ઞાનપદને “ઉપલંભતા નથી” - અનુભવતા નથી, પામતા નથી અને આને - આ જ્ઞાનપદને “અનુપલંભતા' - નહિ અનુભવતા - નહિ પામતા તેઓ કર્મોથી વિપ્રમુક્ત” - સર્વથા મુક્ત થતા નથી. તેથી ક્ષાર્થિના - “કર્મ મોક્ષાર્થીએ' - કર્મથી મોક્ષના - છૂટકારાના અર્થીએ – કામીએ - કર્મથી છૂટવા ઈચ્છનારે, કેવલ જ્ઞાન અવખંભથી' - કેવલ - માત્ર એક જ્ઞાનના “અવખંભ' - આધાર - ઓથ વડે કરીને “નિયત જ’ - નિશ્ચિત જ એવું ‘આ’ - પ્રત્યક્ષ અનુભવાતું “એક - અદ્વિતીય - અદ્વૈત (જ્ઞાન) પદ “ઉપલંભનીય” છે, ઉપલંભ કરવા યોગ્ય - અનુભવ કરવા યોગ્ય - પ્રાપ્ત કરવા યોગ્ય છે. તાત્પર્ય કે કેવલ” જ્ઞાનથી જ કેવલ જ્ઞાન” થાય.
૨૬