________________
સમયસાર : આત્મખ્યાતિ
સકલ જ્ઞાન સામાન્યપણે એક આ જ્ઞાનપદમાં સમાય છે, એવા નીચેની ગાથાના ભાવનું સૂચન કરતો આ ઉત્થાનિકા સમયસાર કળશ (૮) લલકારે છે –
શાહૂતવિક્રીડિત एकं ज्ञायकभावनिर्भरमहास्वादं समासादयन्, स्वादं द्वंद्वमयं विधातुमसहः स्वां वस्तुवृत्तिं विदन् । आत्मात्मानुभवानुभावविवशो भश्यद् विशेषोदयं, सामान्यं कलयत्किलैष सकलं ज्ञानं नयत्येकतां ॥१४०॥ એક શાયક ભાવ નિર્ભર મહા સુસ્વાદને પામતો, સ્વાદ કંદમયો સહી ન શકતો વસ્તુ વૃત્તિ વેદતો; આત્મા સ્વાનુભવનુભાવ વિવશો ભંશતું વિશેષાદયો, તે સામાન્ય કર્થાત જ્ઞાન સઘળું આ એકતા હૈ જતો. ૧૪૦
અમૃત પદ-(૧૪૦) એક શાયક ભાવથી ભરિયો, મહાસ્વાદ લેતો જ્ઞાન દરિયો, સ્વાદ દ્વન્દમય ખમી ન શકતો, નિજ વસ્તુવૃત્તિ જ વેદતો... પદ જ્ઞાન એક જ પદ ચાખો ! ૧ આત્મા આત્માનુભવ અનુભાવે, વિવશ સ્થિત થયો સ્વસ્વભાવે, વિશેષોદય ભ્રષ્ટતાવંતા, સામાન્યને સ્ફટ કળતા.. પદ જ્ઞાન એકજ. ૨ સકલ જ્ઞાન એકતા પમાડે, ભગવાન અમૃત આત્મ જગાડે, અમૃત પદ મુની ભાખ્યું, દાસ ભગવાને અનુવદી દાખું.. પદ જ્ઞાન એકજ. ૩
અર્થ - એક શાકભાવ નિર્ભર મહાસ્વાદને પામતાં દ્વન્દમય સ્વાદ કરવાને અસહ (અસમર્થ) એવો સ્વ વસ્તત્તિને વેદતો આત્માનુભવના અનુભાવથી (પ્રભાવથી) વિવશ આ આત્મા - જ્યાં વિશેષ ઉદય ભ્રંશ પામી રહ્યો છે. એવા સામાન્યને કળતા સકલ જ્ઞાનને નિશ્ચય કરીને એકતા પમાડે છે.
અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “તેહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં.” - શ્રીમદ્ રાજચંદ્રજી જેણે આવા આ મહામહિમાવંત એક જ્ઞાનપદનો મહાસ્વાદ લીધો છે, એવો આ આત્મા આત્માનુભવશે કરીને વિશેષોદય રહિત સામાન્યને કળતા સકલ જ્ઞાનને એકપણું પમાડે છે, એવા ભાવનો આ આગલી ગાથાના ભાવનું સૂચન કરતો ઉત્થાનિકા કળશ આ પરમ જ્ઞાનપદનો પરમ અમૃતરસ સ્વાદનારા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પરમ ભાવાવેશથી લલકાર્યો છે - ૬૪ જ્ઞામાવનિર્મર મહીસ્વાર્દ સમાવિયમ્ - એક શાયક ભાવનિર્ભર મહાસ્વાદને પામતો, અર્થાત જ્યાં બીજો કોઈ પણ કંઈ પણ ભાવ ભરાવાનો લેશ પણ અવકાશ નથી એવી રીતે શાયક ભાવથી ‘નિર્ભર - પૂરેપૂરો* ભરપૂર એવા “એક - g - અદ્વિતીય - અદ્વૈત - અનન્ય “મહાસ્વાદને” - બીજા બધા સ્વાદથી અતિશાયિ ચઢીયાતા મહતુ સ્વાદને સંપ્રાપ્ત થતો આ આત્મા, જ્યાં અન્ય ભાવનું - પરભાવ વિભાવનું વૈત-દ્વિધાભાવ છે એવો કંઠમય” સ્વાદ કરવાને “અસહ' - અસમર્થ હોય છે, ખમવા શક્તિમાન હોતો નથી – વહિં કંઠમાં વિઘાતુમસંહઃ | અર્થાત્ જેણે પરમ સરસ સુગંધી પરમાત્રનો રસાસ્વાદ લીધો હોય તે અત્યંત વિરસ વાસી ગંધાતી કઢીનો સ્વાદ લેવાનું ખમી શકે નહિ, અથવા તો જેણે પરમ સરસ અમૃતરસનો રસાસ્વાદ લીધો હોય, તે બાકસબુકસ' છાસ બાકળા જેવા ઈતર વિરસ
૨૫૨