________________
સમયસાર : આત્મખ્યાતિ
“આ પદ રહ્યું - આ પદ રહ્યું” એમ શુદ્ધ ચૈતન્ય ધાતુમય પદ દર્શાવવાનું આહવાન કરતો અમૃત સમયસાર કળશ (દ) આચાર્યવર્ય અમૃતચંદ્રજી લલકારે છે –
मंदाक्रांता आसंसारात्प्रतिपदममी रागिणो नित्यमत्ताः, सुप्ता यस्मिनपदमपदं तद्विबुध्यध्वमंधाः । एतैतेतः पदमिदमिदं यत्र चैतन्यधातुः, शुद्धः शुद्धः स्वरसभरतः स्थायिभावत्वमेति ॥१३८॥ આસંસાર પ્રતિપદ જ જ્યાં રાગીઓ નિત્ય મત્તા, સૂતા તે આ અપદ અપદે જાણો અંધ સત્તા! આવો ! આવો ! પદ પદ જ આ ધાતુ ચિત્ જેહ ઠામે, શુદ્ધો શુદ્ધો સ્વરસભરથી સ્થાયિભાવત્વ પામે. ૧૩૮
અમૃત પદ-(૧૩૮)
(દીઠો દરિશન શ્રી પ્રભુજીનો - એ રાગ) આવો ! આવો ! અમૃત અમૃત આ, પદ અમૃત આ અહીં દેખો ! આ અનાદિ સંસારથી માંડી, પ્રતિપદે રાગી પેખો !... આવો ! આવો !. ૧ મત્ત સદા મોહમદિરા પાને, સુપ્ત રહ્યા જે સ્થાને, અપદ અપદ તે અંધો દેખો ! આવો આવો અહીં પદ આ લેખો... આવો ! આવો !. ૨ શુદ્ધ શુદ્ધ જ્યાં ચૈતન્ય ધાતુ, સ્વરસ ભરે રસમાતું, સ્થાયિભાવપણાને પામે, ભગવાનું અમૃત પદ ધામે... આવો ! આવો !. ૩
અર્થ - આસંસારથી માંડીને પ્રતિપદે આ રાગીઓ નિત્યમત્ત એવાઓ જેમાં સુખ છે તે અપદ છે અપદ છે. તે અંધો ! જાગો ! અહીં આવો ! આવો ! પદ આ છે પદ આ છે ! કે જ્યાં શુદ્ધ શુદ્ધ - ચૈતન્ય ધાતુ સ્વરસભરથી સ્થાયિભાવપણાને પામે છે.
અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ચિત્ ધાતુમય, પરમ શાંત, અડગ્ન, એકાગ્ર, એક સ્વભાવમય અસંખ્યાત પ્રદેશાત્મક પુરુષાકાર ચિદાનંદઘન તેનું ધ્યાન કરો.” - શ્રીમદ્ રાજચંદ્ર, હાથનોધ
નીચેની ગાથામાં “પદનું નિરૂપણ આવે છે, તેનું સૂચનરૂપ અવતરણ કરતા આ પરમ તસ્વામૃતરસ સંભૂત કળશ કાવ્યમાં શુદ્ધ ચૈતન્યમય આત્મ “પદ' ભાવનાથી પરમ ભાવિતાત્મા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ “અહીં આવો ! આવો ! આ પદ રહ્યું ! આ પદ રહ્યું !” એમ સમસ્ત આત્માઓને પરમ આત્મ ભાવાતિશયથી છલકાઈ જતા સહજ અનુભવઉદ્ગારથી પરમ પ્રેમે આમંત્રણ કર્યું છે. તેનો ભાવાર્થ આ પ્રકારે –
સાસંસારી પ્રતિપદ્મમી રળિો નિત્યમ: - આ સંસારથી માંડીને - જ્યારથી આ સંસાર છે ત્યારથી એટલે કે અનાદિથી પ્રતિપદે “પ્રતિપમ્ - પ્રત્યેક પદે - પદે પદે – પગલે પગલે અથવા સ્થળે સ્થળે ‘આ’ - પ્રત્યક્ષ દશ્યમાન રાગીઓ – રાગવંત જનો “નિત્યમત્ત” “નિત્યમત્તા:' - સદા મત્ત છે, મોહ - મદિરાનું પાન કરીને સદા મદમસ્ત - ઉન્મત્ત બનેલા છે ! અને પછી નશો ચઢેલ જેમ મૂચ્છિત થઈ “સુ” હોય છે, સૂઈ જાય છે - ઉંઘી જાય છે, ગાઢ નિદ્રામાં ઘોરવા માંડે છે, તેમ
૨૪૨