________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર ગાથા ૧૯૮ ઉત્થાનિકા કળશમાં સૂચવ્યું તેમ સમ્યગુદૃષ્ટિ પ્રથમ તો સ્વ-પરનો ભેદ તત્ત્વથી જાણે છે. તેમાં તે પ્રથમ તો સામાન્યથી સ્વ-પરનું વિવેક રૂપ ભેદજ્ઞાન કેમ કરે છે તે અત્ર દર્શાવ્યું છે અને “આત્મખ્યાતિ' સૂત્રકાર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ “સૂત્રાત્મક પરમ પરમાર્થ ગંભીર શૈલીથી ટંકોત્કીર્ણ એક ગ્લાયક સ્વભાવી “આત્માની ખ્યાતિ' કરી પરમ આત્મભાવનાથી ભાવિત ટંકોત્કીર્ણ વચનામૃતથી પોતાના ટંકોત્કીર્ણ “અમૃતચંદ્ર' આત્માની ખ્યાતિ કરી છે. તેનો ભાવાર્થ આ પ્રકારે - ૨
વિપપ્રમવી: વિવિઘા ભાવ: - જે “કર્મોદય વિપાકથી” - કર્મનો ઉદય વિપાકથી - ફલ પરિપાકથી પ્રભવ' - જન્મ પામેલા - ઉપજેલા વિવિધ' - નાના પ્રકારના ચિત્રવિચિત્ર ભાવો છે, તેઓ મ્હારા “સ્વભાવો' - “સ્વ” ભાવો - પોતાના આત્માના ભાવો નથી - ર તે મમ માવ:.
આ” - પ્રત્યક્ષ અનુભવાઈ રહેલો “ટંકોત્કીર્ણ એક શાયક ભાવ સ્વભાવ હું છું’ - Us કંકોત્સાહજ્ઞાથમાવત્વમડદું, ટંકોત્કીર્ણ - ટાંકણાથી ઉત્કીર્ણ - કોતરેલ અક્ષર જેવો “અક્ષર' -
અમૃતમ્ - સદાસ્થાયિ “એક' - અદ્વિતીય - અદ્વૈત શાયક ભાવ એ જ જેનો “સ્વ” ભાવ - પોતાનો આત્માનો ભાવ નિજભાવ છે એવો “જ્ઞાયક ભાવ સ્વભાવ' “હું - અહં પ્રત્યયથી હુંકાર કરતો આત્મા છું. જે આ કર્મોદયજન્ય નાના પ્રકારના વિવિધ ભાવો છે તે મહારા “સ્વભાવો” નથી, તે બધાય સમગ્રપણે (Totally) સામાન્યથી (generally) એક “કર્મ ઉદય વિપાક” વર્ગમાં જ સમાય છે અને કર્મ તે તો જડ પુદ્ગલ દ્રવ્યાત્મક હોઈ આત્માના સ્વભાવથી અન્ય પરભાવ છે, સામાન્યથી “પર”માં સમાય છે, એટલે પૂર્વે અજ્ઞાન અવસ્થામાં જે કર્મના બીજ વાવેલા હતા તે ઝાડના ફળ જેમ પરિપાક પામી ફલ આપવાને ઉદય સન્મુખ થયા છે, તે આ સર્વ ચિત્ર વિચિત્ર કર્મજન્ય ભાવો પણ પદ્રવ્યાત્મક કર્મના વિપાકથી જન્મેલા હોઈ “પરભાવો' છે, સામાન્યથી “પર”માં સમાય છે અને હું આ ટંકોત્કીર્ણ એક જ્ઞાયક “સ્વભાવ” છું તે “સ્વ”માં સમાઉં છું.
“નિજ પર ભાવ જેણે જાણ્યો છે એવા જ્ઞાની પુરુષને ત્યાર પછી પરભાવનાં કાર્યનો જે કંઈ પ્રસંગ રહે છે, તે પ્રસંગમાં પ્રવર્તતાં પ્રવર્તતાં પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે, પણ તેમાં હિત બુદ્ધિ થઈ પ્રતિબંધ થતો નથી. પ્રતિબંધ થતો નથી એ વાત એકાંત નથી, કેમકે જ્ઞાનનું વિશેષ બળવાનપણું જ્યાં હોય નહીં ત્યાં પરભાવનો વિશેષ પરિચય તે પ્રતિબંધરૂપ થઈ આવવો પણ સંભવે છે અને તેટલા માટે પણ જ્ઞાની પુરુષને પણ શ્રી જિને નિજ જ્ઞાનના પરિચય પુરુષાર્થને વખાયો છે. તેને પણ પ્રમાદ કર્તવ્ય નથી, અથવા પરભાવનો પરિચય કરવા યોગ્ય નથી, કેમકે કોઈ અંશે પણ આત્મધારાને તે પ્રતિબંધરૂપ કહેવા યોગ્ય છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૪૪૩
'જ્ઞાની
સમ્યગૃષ્ટિ
૨૨૯