________________
નિર્જરા પ્રરૂપક ષષ્ઠ અંકઃ સમયસાર કળશ ૧૩૩
તેજથી પ્રતપતી, આ જાજ્વલ્યમાન જ્વાલા જેવી પ્રચંડ નિર્જરા ચંડિકા પોતાની શક્તિ સ્કુરાયમાન કરતી સતી, પૂર્વે અજ્ઞાન અવસ્થામાં બાંધેલા કર્મને બાળી નાંખવાને ઉત્તરોત્તર બળવાન બનતી શુદ્ધોપયોગમય જ્ઞાનદશા સાથે ઉત્તરોત્તર અનંતગુણવિશિષ્ટ બનતી જાય છે. આમ શુદ્ધોપયોગ રૂપ શુદ્ધાત્માનુભવ એ જ નવાં કર્મના આગમનના દરવાજા બંધ કરી નાંખવા
રૂપ પરમ સંવર સ્વરૂપે સ્થિત છે અને શુદ્ધોપયોગ રૂપ શુદ્ધાત્માનુભવ એ જ અપાવૃત શાનજ્યોતિ જૂનાં કર્મને આત્મ પ્રદેશોમાંથી ખેરવી નાંખવા રૂપ - નિર્જરવા રૂપ નિર્જરા રાગાદિથી અમૂચ્છિત સ્વરૂપે સમુલસી રહ્યો છે અને આમ નવાં કર્મને આવતાં અટકાવવાનું અને
નાં કર્મને ભસ્મના મહા પ્રભાવ થકી બનવા પામે છે. કારણકે “અપાવૃત જ્ઞાનજ્યોતિ રાગાદિથી મૂચ્છિત થતી નથી', આવરણ અપગત થયું હોવાથી જે “અપાવૃત” - ખુલ્લી પ્રગટ થયેલી છે એવી સહજાત્મ સ્વરૂપ તેજે પ્રતપતી જ્ઞાન જ્યોતિ રાગ-દ્વેષ-મોહ ત્રિદોષથી મૂચ્છ પામતી નથી, સત સ્વરૂપથી નિપાત રૂ૫ - નીચે પડવા રૂપ સન્નિપાતથી બેહોશ બનતી નથી.
૧૯૧