________________
સમયસાર : આત્મખ્યાતિ
આમ (૧) શુભાશુભ યોગને રુંધી, (૨) શુદ્ધ દર્શન-શાનમય આત્મસ્વભાવમાં સુસ્થિર થઈ, (૩) સમસ્ત પરદ્રવ્યની ઈચ્છા છોડી દઈ, (૪) સર્વથા દ્રવ્ય-ભાવ સંગથી અસ્પૃશ્ય પરમ ઉદાસીન અસંગ થઈ, (૫) અતિ નિષ્પકંપણે - અડોલપણે આત્મધ્યાન ધરતો જે એકપણું અનુભવે, (૬) તે વિવિક્ત - સર્વ અન્ય દ્રવ્યથી ભિન્ન ચૈતન્ય ચમત્કાર માત્ર આત્માને ધ્યાવતો આત્મદ્રવ્યને પ્રાપ્ત કરે, (૭) અને “શુદ્ધાત્મોપલંભને' - શુદ્ધાત્માનુભૂતિને ને તે થકી શુદ્ધાત્મપ્રાપ્તિને પામેલો તે સમસ્ત પરદ્રવ્યથી પર - પરાતુ પર’ થઈ, (૮) સકલ કર્મથી સર્વદાને માટે સર્વથા મુક્ત એવા સાક્ષાત્ પરમ સંવર રૂપ સાક્ષાત્ સિદ્ધ “સહજાત્મસ્વરૂપ આત્માને પામે. આ સ્પષ્ટ અાંગમય “સંવર પ્રકાર' છે, સંવરનો સાંગોપાંગ સકલ અવિકલ સુવિધિ છે - પરમર્ષિ ભગવદ્ કુંદકુંદાચાર્યજી અને પરમર્ષિ ભગવદ્ અમૃતચંદ્રાચાર્યજી જેવા પરમ સુવિહિત સત્પરુષોએ સુવિદિત કરેલો સમ્યક સંવર વિધિ છે. આવો જ પરમ સુંદર પરમ હદયંગમ સંવર વિધિ શ્રીમદ્ રાજચંદ્રજીએ તત્વ સર્વસ્વ સમીક આ કાકાણ વચનામૃતભા પ્રકારવા
સમર્પક આ કંકોત્કીર્ણ વચનામૃતમાં પ્રકાશ્યો છે - “ “(૧) ઉપયોગ લક્ષણે સનાતન સ્કુરિત એવા આત્માને દેહથી (તૈજસ અને કાર્મણ શરીરથી) પણ ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરી, (૨) તે ચૈતન્યાત્મક સ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધ દશાને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા-અશાતા રૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી, (૩) જે શુભાશુભ પરિણામ ધારાની પરિણતિ વડે તે શાતા અશાતાનો સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, (૪) દેહાદિથી ભિન્ન અને સ્વરૂપ મર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવ રૂપ પરિણામધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી, (૫) પરમ શુદ્ધ ચૈતન્ય સ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉપશમ થઈ, જેમ ઉપશમિત થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામ રૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવારની એ જ શિક્ષા છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૯૧૩
પર કર્મ પુદ્ગલ
આત્મા
સમયસાર કળશમાં (૪) અમૃતચંદ્રજી ભેદવિજ્ઞાન શક્તિ અને શુદ્ધતત્ત્વોપલંભ પ્રકાશે છે - આ અદ્ભુત સંકલનાબદ્ધ પંચ કલમવાળા પંચત્રનો કલમવાર પરમાર્થ આશય સમજવા માટે જુઓ “અધ્યાત્મ રાજચંદ્ર (પ્રકરણ-૧૦૩) આ લેખકે લખેલો શ્રીમદ્ રાજચંદ્રનો અધ્યાત્મ ચરિત્ર ગ્રંથ.
૧૭૬