________________
સંવર પ્રરૂપક પંચમ અંકઃ સમયસાર ગાથા ૧૮૭-૧૮૮-૧૮૯ એટલે તે સમસ્ત પરદ્રવ્યની ઈચ્છાનો પણ “પરિહાર' - પરિત્યાગ - સર્વથા ત્યાગ કરે છે, એથી
કરીને આમ પરભાવ રૂપ - યોગ રૂપ બાહ્ય સંગનો અને વિભાવ રૂ૫ - સમસ્ત પરભેચ્છા ઈચ્છા રૂપ આત્યંતર સંગનો સર્વથા પરિત્યાગ કર્યો હોવાથી તે “સર્વસંગથી પરિહારથી સમસ્ત સંગમુક્તિ વિમુક્ત” - સર્વથા મુક્ત થાય છે. (૪) અને આમ જે પરભાવ - વિભાવ
રૂપ સર્વ સંગથી વિમુક્ત થાય છે, તે જ “નિત્યમેવ અતિનિપ્રકંપ” - સર્વથા પ્રકંપ રહિત થાય છે, અર્થાત્ સમસ્ત પરભાવ - વિભાવથી મુક્ત અને સ્વભાવથી યુક્ત એવો તે પરભાવ - વિભાવનું ખેંચાણ - આકર્ષણ (Pull or attraction) વિરામ પામતાં લેશ પણ કંપાયમાનપણું નહિ રહ્યું હોવાથી સદાય અતિનિપ્રકંપ હોય છે, સર્વથા કંપ - ચલાયમાનપણા રહિત - અચલાયમાન હોય છે, જરા પણ ન ડગે – ન ચળે એવા સુરાચલ મેરુ જેવો અચલ હોય છે. અને આવો જે નિત્યે જ “અતિ નિષ્પકંપ' હોય છે, તે જ કર્મ-નોકર્મનો લેશ પણ સંસ્પર્શ નહિ
કરતા (Without the slightest touch or contact), પોતાના આત્માને જ અતિ નિકંપતાઃ કર્મ-નોક આત્માથી ધ્યાવે છે, અર્થાત્ આઠ પ્રકારનું જે દ્રવ્યકર્મ તેમજ રાગ-દ્વેષ-મોહ અસંસ્પર્શથી આત્મધ્યાન જે ભાવકર્મ અને પાંચ પ્રકારનું શરીર જે નોકર્મ. તે હું નથી ને મ્હારૂં સ્વરૂપ એકત્વ સંચેતન નથી એવા દેઢ નિશ્ચયથી તે કર્મ-નોકર્મને પણ જરા પણ નહિ સ્પર્શતો, તે
દેહ છતાં જણે દેહાતીત - “કાયોત્સર્ગ' દશાને પામ્યો હોય એમ દેહાદિનું ભાન ભૂલી જઈને, આત્માથી આત્માનું જ એકાગ્ર ચિંતનરૂપ ધ્યાન ધરે છે, એક આત્માને જ “અગ્ર’ - પ્રધાન - મુખ્ય ચિંતવવા રૂપ અથવા એક આત્માના જ “અગમાં” આગળમાં સખ સાક્ષાત ચિંતવવા રૂપ “એકાગ્ર - ચિંતનમય ધ્યાન કરે છે અને આમ એકાગ્ર પણે આત્માને ધ્યાવતો તે “સ્વયં” - પોતે “સહજ’ - સ્વભાવભૂત “ચેતયિતાપણાને લીધે - ચેતકપણા - સંવેદકપણા - અનુભવકપણાને લીધે એકત્વને જ “ચેતે છે' - એકપણાને જ સંવેદે છે - અનુભવે છે, અર્થાત “ચેતવું' - સંવેદવું - અનુભવવું એ તો “ચેતક' - આત્માનો સહજ સ્વભાવ છે, “સહજાન્મસ્વરૂપ છે, એટલે સહજ સ્વભાવભૂત “સાહાત્મસ્વરૂપ” ચેતકપણાને લીધે “સ્વયં” - આપોઆપ જ આ આત્મા જ્યાં એક આત્મા સિવાય બીજું કંઈ પણ છે નહિ એવું ખરેખરૂં પરમાર્થભૂત અદ્વૈત એકપણું જ ચેતે છે – સંવેદે છે - અનુભવે છે. અને આમ સમસ્ત પરભાવ-વિભાવથી રહિત અસંગ થઈ અતિ નિષ્પકંપપણે જે આત્માથી
આત્માનું ધ્યાન ધરતો એકત્વ ચેતે છે, તે જ એકત્વચેતન વડે કરીને શુદ્ધ આત્મદ્રવ્ય પ્રાપ્તિ : “અત્યંત વિવિક્ત” ચૈતન્ય ચમત્કારમાત્ર આત્માને ધ્યાવતો સતો શુદ્ધ સમસ્ત પરદ્રવ્યમયપણાથી દર્શનશાનમય આત્મદ્રવ્યને પ્રાપ્ત થાય છે, અર્થાત્ તે જ આત્માના અતિકાંતપણું : સકલ કર્મ વિમુક્ત આત્મપ્રાપ્તિ
એકપણાના અનુભવન વડે કરીને સમસ્ત અન્ય દ્રવ્યથી “અત્યંત’ - સર્વથા વિવિક્ત” - પૃથગભૂત - સર્વથા ભિન્ન અને જ્યાં માત્ર ચૈતન્યનો જ
ચમત્કાર” - પરમ અદ્દભુત પરમ આશ્ચર્યકારી ચમકારો (greatest miracle or brilliant flash) છે એવા આત્માનું ધ્યાન કરતો તે - જે જેનું ધ્યાન કરે છે તે તે પામે એ ન્યાયે - કેવલ - માત્ર શુદ્ધ દર્શન - જ્ઞાનમય સાક્ષાત સંવર રૂપ આત્મદ્રવ્યને પામે છે અને આમ “શુદ્ધાત્મોપલંભ - શુદ્ધ આત્માની ઉપલબ્ધિ” - સાક્ષાત અનુભૂતિ વા સાક્ષાતુ પ્રાપ્તિ થાય છે, એટલે સમસ્ત પારદ્રવ્યમયપણું “અતિક્રાંત થયેલો' - વટાવી ગયેલો તે સકલ કર્મવિમુક્ત એવા આત્માને પ્રાપ્ત કરે છે, અર્થાતુ કોઈ પણ પરદ્રવ્યનું પરમાણુ માત્ર પણ ન સ્પર્શી શકે - ન હોંચી શકે એમ સમસ્ત પરદ્રવ્યમયપણાથી પર થયેલો તે સમસ્ત જ દ્રવ્યકર્મ - ભાવકર્મથી “વિમુક્ત' - વિશેષે કરીને સર્વદાને માટે સર્વથા મુક્ત થયેલા એવા પરમ સંવર રૂપ શુદ્ધ આત્માને સાક્ષાત પ્રાપ્ત કરે છે, સ્વાત્મોપલબ્ધિ રૂપ સાક્ષાત “આત્મસિદ્ધિ' વરે છે, “સિદ્ધ થાય છે.
૧૭૫