________________
સંવર પ્રરૂપક પંચમ અંકઃ સમયસાર કળશ ૧૨૭ ઘણા ઘણા પરિશ્રમ પૂર્વક “માંડ માંડ કોઈ પણ પ્રકારે ધારાવાહી બોધન વડે ધ્રુવપણે શુદ્ધ આત્માને ઉપલભતો” - અનુભવતો રહે - સ્થિતિ કરે - ધ્રુવમુપત્તમાનઃ શુદ્ધમાલ્યાનમારૂં | તો આ આત્મા પરપરિણતિનાં રોધ થકી જ્યાં “આત્મારામ' ઉદય પામતો જાય છે એવા શુદ્ધ જ આત્માને પામે છે – તમુદ્રયાત્મારામમાત્માનમાત્મા, પરંપરિતિરોધાઠુદ્ધમેવાયુવતિ | અર્થાત્ સદ્ગુરુ ઉપદેશાદિ અનુપમ નિમિત્ત પામી કેમે કરીને કોઈ પણ પ્રકારે જલ પ્રવાહ જેમ પ્રવાહ બદ્ધ અખંડ એક ધારાથી પ્રવકતા ધારાવાહી” બોધન વડે - કેવલ જ્ઞાનભવન ૩૫ જાણપણા વડે - આત્મ જાગ્રતપણા વડે આ આત્મા ધ્રુવનો તારો ચલે નહિ – ખસે નહિ એવા ધ્રુવપણે સમસ્ત પરભાવ - વિભાવની મલ રૂપ અશુદ્ધિથી રહિત “શુદ્ધ' આત્માને જ નિરંતર (Incessantly) અનુભવતો રહે, સતત અનુભવ્યા કરે, તો “આ” – પ્રત્યક્ષ અનુભવ ચક્ષુથી દશ્યમાન આત્મા પરભાવ-વિભાવ પ્રત્યે આત્મભાવે પરિણમવા રૂપ પરપરિણતિ'નો રોધ - રુકાવટ - અટકાયત પામે અને “પર પરિણતિનો રોધ” પામે એટલે આત્મામાં “રામ” - રમણતા અથવા આત્મામાં “આરામ કરવા રૂપ - લહેરથી પરમાનંદમય વિશ્રામ કરવા રૂપ આત્મારામ જ્યાં ઉત્તરોત્તર ચઢતી કળારૂપ - વર્ધમાન દશા પરિણામ રૂપ “ઉદય પામતો જાય છે, એવા કેવલ એક અદ્વૈત શુદ્ધ આત્માને આ પરમ જ્ઞાનામૃત ઘન વર્ષાવતો આ “અમૃતચંદ્ર આત્મા પામે.
૧૭૧