________________
સંવર પ્રરૂપક પંચમ અંકઃ સમયસાર કળશ ૧૨૫
પોતાના વિરોધી' - પ્રતિપક્ષી સંવરના એકાંતજયથી જે “અવલિય' - ગર્વિષ્ઠ – ઘમંડી બન્યો છે એવા આસવના - ચક્કારથી' - તિરસ્કારથી - ધૂત્કારથી જેણે “નિત્ય વિજય’ સદાને માટેનો વિજય પ્રતિલબ્ધ' કર્યો છે - પાછો મેળવ્યો છે, એવો છે. અર્થાત્ આ સંસારથી માંડીને એટલે કે અનાદિથી સંવર અને આઝવ બન્ને પરસ્પર એકબીજાના વિરોધી છે, પ્રતિપક્ષી-શત્રુ છે, એ બન્નેનું સનાતન યુદ્ધ ચાલે છે. તેમાં અત્યાર સુધી તો અજ્ઞાનદશાને લઈ આવ હંમેશાં સંવરને હરાવી વિજય મેળવતો હતો અને એવા એકાંત જયથી તે ગર્વથી ફૂલાઈ ગયો હતો, “અવલિ' બન્યો હતો, પણ હવે જ્ઞાનદશા થતાં આ જગજ્જથી ગર્વિષ્ઠ આરાવનો ધૂત્કાર - તિરસ્કાર કરી સંવરે આધ્યાત્મિક યુદ્ધમાં આસ્રવ પર સામો વિજય મેળવ્યો - “પ્રતિલબ્ધ” ર્યો (Tables turned) અને તે વિષે પણ ‘નિત્ય વિજય’ - સદાને માટે વિજય (Victory for ever) મેળવ્યો, એટલે કે હવે સંવર થયા પછી આસ્રવ કદી પણ વિજયી નહિ બને અને સંવર કદી પણ પરાજિત નહિ બને એવો “નિત્ય વિજય” પ્રાપ્ત કર્યો. પરરૂપથી પાછી વળેલીને સ્વરૂપમાં સ્થિત થયેલી શુદ્ધ ચિન્મય જ્યોતિ જ સ્વયં આવો નિત્ય વિજય વરવાને સમર્થ સંવર રૂપ બને છે, અર્થાત્ આત્મા પરરૂપમાં ગમન ન કરતાં પોતાના શુદ્ધ ચિહ્નય સ્વરૂપમાં જ સમ્યફ સ્થિતિ કરે, એ જ પરમ સંવર છે અને એ જ આ શુદ્ધ ચિન્મય જ્યોતિનો પરમ મહિમા છે. સાક્ષાતુ સંવર સ્વરૂપ ચિન્મય જ્યોતિના આ પરમ મહિમાનું ઉત્કીર્તન કરતો આ પરમામૃત સંભૂત સમયસાર કળશ મહાગીતાર્થ શિરોમણિ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પરમ આત્મભાવોલ્લાસથી સંગીત કર્યો છે.
૧૫૧