________________
સમયસાર : આત્મખ્યાતિ
આત્મખ્યાતિ ટીકાર્ય રાગ-દ્વેષ-મોહ સમ્યગુદૃષ્ટિને છે નહિ - સમ્યગૃષ્ટિપણાની અન્યથા અનુપપત્તિને લીધે, તેના (રાગાદિના) અભાવે તેને દ્રવ્યપ્રત્યયો પુદ્ગલકર્મનું હેતુપણું ધારતા નથી - દ્રવ્ય પ્રત્યયોના પુદ્ગલ કર્મહતુપણાનું રાગાદિ હેતુપણું છે માટે, તેથી હેતુહેતુ અભાવે હેતુમદ્ અભાવના પ્રસિદ્ધપણાને લીધે જ્ઞાનીને બંધ છે નહિ. ૧૭૭, ૧૭૮
“અમૃત જ્યોતિ’ મહાભાષ્ય જન્મ, જરા, મરણ મુખ્યપણે દુઃખ છે, તેનું બીજ કર્મ છે. કર્મનું બીજ રાગ દ્વેષ છે, અથવા આ પ્રમાણે પાંચ કારણ છે - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં પપપ
ઉત્થાનિકા કળશમાં સૂચવ્યા પ્રમાણે અત્રે રાગાદિ અભાવે જ્ઞાની અબંધ જ છે એમ પ્રતિપાદન કર્યું છે અને તેનું યુક્તિયુક્ત સમર્થન જ્ઞાનીશ્વર પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ કર્યું છે - તેનો આશયાથે આ પ્રકારે - રાગ-દ્વેષ-મોહ “સમ્યગુદૃષ્ટિને' - સ્વપર ભેદજ્ઞાન રૂપ વિવેકથી સમ્યક આત્મતત્ત્વ દેખનારા - સાક્ષાત અનુભવ પ્રત્યક્ષ કરનારા જ્ઞાની પુરુષને છે નહિ. શાને લીધે ? “સમ્યગૃષ્ટિપણાની અન્યથા અનુપપત્તિને લીધે’ - સીદ્રષ્ટિવીન્યથાનુપપત્ત, સમ્યગુદષ્ટિપણાની અન્ય પ્રકારે અઘટમાનતાને લીધે - અન્ય પ્રકારે ઉપપત્તિ - ઘટમાનતા ન હોય તેને લીધે, નહિ તો બીજા પ્રકારે સમ્યગૃષ્ટિપણે જ ઘટે નહિ તેને લીધે. એટલે આમ સમ્યગુદૃષ્ટિને તે રાગાદિના અભાવે ‘દ્રવ્યપ્રત્યયો પુદ્ગલકર્મનું હેતુપણું ધરતા નથી', મિથ્યાત્વાદિ પુદ્ગલમય દ્રવ્ય પ્રત્યયો દૂગલ કર્મનું કારણપણું ધરતા નથી. શા માટે ? ‘દ્રવ્ય પ્રત્યયોના પુદ્ગલ કર્મહતુપણાનું રાગાદિહેતુપણું છે' - માટે દ્રવ્યપ્રત્યથાનાં પુત્રીનીદેતુત્વ સાવિહેતુત્વાન્ | અર્થાત્ દ્રવ્ય પ્રત્યયોનું પુદ્ગલ કમહેતુપણું છે ખરું, પણ તે હેતુપણું રાગાદિ તુને આધીન હોઈ રાગાદિ હેતુપણું હોય તો જ અમલમાં આવે છે (Comes in force, or action), દ્રવ્ય પ્રત્યયોના પુદ્ગલકમહેતુપણાના હેતુરૂપ રાગાદિ હોય તો જ દ્રવ્ય પ્રત્યયોનું પુદ્ગલ કર્મહેતુપણું હોય છે, નહિ તો નહિ અને જ્ઞાનીને તો રાગાદિ હેતુ નથી, એટલે રાગાદિ અહેતુપણાને લીધે દ્રવ્યપ્રત્યયો પણ પુદ્ગલ કર્મહતુપણાને નહિ પામતાં અકિંચિકર હોય છે. “તેથી હેતુહેતુ અભાવે હેતુમદ્ અભાવના પ્રસિદ્ધપણાને લીધે જ્ઞાનીને બંધ છે નહિ', તતી હેતુદેવામા દેતુમમાવી પ્રસિદ્ધવાન્ જ્ઞાનિનો નાસ્તિ વંધઃ | અર્થાત્ “હેતુ હેતુનો’ - હેતુના હેતુનો અભાવ હોય તો તે હેતુથકી ઉપજતા હેતુમદ્ (હેતુવાળા) ભાવનો અભાવ હોય, હેતુનો હેતુ હોય નહિ તો હોય નહિ, કારણનું કારણ હોય નહિ તો કારણ હોય નહિ, એટલે કે મૂળહેતુ - મૂળ કારણ (Original, primary) હોય નહિ તો ઉત્તર હેતુ – ઉત્તર કારણ (secondary) હોય નહિ, એમ હતુહેતુ અભાવે હેતુમદ્ અભાવ હોય એ ન્યાયનું સર્વલોકમાં પ્રસિદ્ધ પણું' - અત્યંત સુવિદિતપણું - સુવિખ્યાતપણું અથવા “પ્ર” - પ્રષ્ટિ અત્યંત “સિદ્ધપણું' - સુપ્રતિષ્ઠિતપણું છે, તેથી કરીને જ્ઞાનીને બંધનો અભાવ છે. - આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે જીવના રાગ-દ્વેષ-મોહ ભાવ એ જ આસ્રવ ભાવ વા ભાવ આસ્રવ છે ને એ જ આગ્નવના મૂળહેતુ છે, તેના અભાવે ઉત્તર તુરૂપ મિથ્યાત્વાદિ ચાર પ્રત્યયો અકિંચિત્કર થઈ પડે છે. આ અંગે “પંચાસ્તિકાય” ટીકામાં (ગા. ૧૪૯)* અમૃતચંદ્રાચાર્યજીએ નિખુષ યુક્તિયુક્ત સ્પષ્ટ તત્ત્વ મીમાંસા પ્રકાશી છે - “તત્રાંતમાં ખરેખર ! અષ્ટ વિકલ્પ (આઠ ભેટવાળા) કર્મના કારણપણે બધહેતુભૂત ચતુર્વિકલ્પો (ચાર ભેદો-પ્રકારો) કહ્યા છે – મિથ્યાત્વ - અસંયમ -
"मिथ्यात्वादिद्रव्यपय्यार्याणामपि बहिरङ्गकारणद्योतनमेतत् । तन्त्रान्तरे किलाष्टविकल्पकर्मकारणत्वेन बन्धहेतुभूता श्चतुर्विकल्पाः प्रोक्ताः मिथ्यात्वासंयमकषाययोगा इति । तेषामपि जीवभावभूता रागादयो बन्धहेतुत्वस्य हेतवः । यतो रागादिभावानामभावे द्रव्यमिथ्यात्वासंयमकषाययोगसद्भावेऽपि जीवा न बध्यन्ते, ततो रागादीनामन्तरङ्गत्वान्निश्चयेन વન્ધદેતૃત્વમવસેયમિતિ '' - શ્રી અમૃતચંદ્રાચાર્યજી કૃત “પંચાસ્તિકાય’ ટીકા, ગા. ૧૪૯
૧૩૬