________________
આસ્રવ પ્રરૂપક ચતુર્થ અંકઃ સમયસાર કળશ ૧૧૮ પૂર્વબદ્ધ પ્રત્યયો જ્ઞાનીને રાગ-દ્વેષ-મોહ ચુદાસને (અભાવને) લીધે બંધક થતા નથી એવા ભાવનો સારસમુચ્ચય રૂ૫ સમયસાર કળશ (૬) પ્રકાશે છે -
માનિની विजहति न हि सत्तां प्रत्ययाः पूर्वबद्धाः, समयमनुसरंतो यद्यपि द्रव्यरूपाः । तदपि सकलरागद्वेषमोहव्युदासा -
दवतरति न जातु ज्ञानिनः कर्मबंधः ॥११८॥ સમય અનુસરતા પ્રત્યયો પૂર્વબદ્ધા, દ્રવ્ય રૂપ યદપિ આ છોડતા નાંહિ સત્તા, તદપિ ફગાવી દીધે રાગદ્વેષ પ્રપંચ, કદી ન અવતારે છે જ્ઞાનીને કર્મબંધ. ૧૧૮
અમૃત પદ-૧૧૮ પૂર્વબદ્ધ આ દ્રવ્ય પ્રત્યયો, ભલે ન સત્તા છોડે, આત્મ સમયને અનુસરતા, રહ્યા સંયોગે જોડે... પૂર્વબદ્ધ આ દ્રવ્ય પ્રત્યયો. ૧ તો પણ સર્વ જ રાગ દ્વેષ ને, મોહ ઉદાસીનતાથી, શાનીને કદી કર્મબંધ તો, અવતરતો નહિ આથી... પૂર્વબદ્ધ આ દ્રવ્ય પ્રત્યયો. ૨ આત્મ અનુભવ અમૃત રસમાં, નિત્ય નિમગ્ના શાની,
ભગવાન બહાર ન નીકળે તેને, પ્રત્યય કરે શી હાનિ ?... પૂર્વબદ્ધ આ દ્રવ્ય પ્રત્યયો. ૩ અર્થ - સમયને (આત્માને) અનુસરતા (અથવા અનુસરતાને) પૂર્વબદ્ધ દ્રવ્યરૂપ પ્રત્યયો યદ્યપિ સત્તા છોડતા નથી, તથાપિ સકલ રાગ-દ્વેષ-મોહના ભુદાસને લીધે જ્ઞાનીને કદી પણ કર્મબંધ અવતરતો નથી.
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય “હોત આગ્નવા પરિસવા, ઈનમેં નહિ સંદેહ;
માત્ર દષ્ટિ કી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહ.” - શ્રીમદ્ રાજચંદ્રજી ઉપરમાં જે “આત્મખ્યાતિના ગદ્ય ભાગમાં કહ્યું, તેનું સમર્થન કરતો આ કળશ પ્રકાશ્યો છે - સમયમનુસરતો યદ્યપિ દ્રરૂપ: - સમયને - આત્માને અનુસરતા એવા દ્રવ્યરૂપ પૂર્વબદ્ધ પ્રત્યયો યદ્યપિ સત્તા છોડતા નથી, અથવા તો “સમયને અનુસરતા' - જેવા પ્રકારે સમયનો - આત્મ પદાર્થનો સમય - સ્વરૂપ મર્યાદા છે તેવા પ્રકારે સમયને - આત્માને અનુસરતા અર્થાત્ સહજ આત્મ સ્વરૂપમાં જ સ્થિતિ કરતા એવા જ્ઞાનીને પૂર્વે - જ્ઞાન થયા પહેલાંની - અજ્ઞાન દશામાં બાંધેલા - પૂર્વબદ્ધ’ મિથ્યાત્વાદિ દ્રવ્ય પ્રત્ય ભલે હજુ સત્તા છોડતા નથી, ભલે હજુ સત્તામાં પડ્યા રહ્યા છે - વિગતિ ન હિ સત્તા પ્રત્યયા: પૂર્વવદ્ધા, તથાપિ સકલ રાગ-દ્વેષ-મોહના સુદાસને લીધે – પરિત્યાગને લીધે, રાગાદિથી પર એવી “ઉદાસીનતાને લીધે - અર્થાત્ રાગાદિ ન સ્પર્શી શકે એવી ઉત્ – ઉચ્ચ આત્મદશામાં આસીનતા - બિરાજમાનતાને લીધે – तदपि सकलरागद्वे તિ, જ્ઞાનીને કદી પણ કર્મ બંધ અવતરતો નથી, સંવતરતિ ન નાત જ્ઞાનિન:
વંધઃ | જ્ઞાની સદા અબંધ જ હોય છે. આવી પરમ ઉદાસીન વીતરાગ જ્ઞાનદશાનો જીવનમાં સાક્ષાત્ અનુભવ કરનારા શ્રીમદ્ રાજચંદ્રજીના સહજ અનુભવસિદ્ધ વચનોદ્દગાર છે કે –
“વીતરાગતા વિશેષ છે - અન્ય સંગમાં બહુ ઉદાસીનતા છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૨૯૩
૧૩૩