________________
સમયસાર : આત્મખ્યાતિ
અને તેના આ ‘અંતર્મુઙૂર્તવિપરિણામિવાત્' - અંતર્મુહૂર્તમાં વિપરિણામિપણાને લીધે - ન્યૂનાધિક વિવિધ વિશેષભાવરૂપ વિભાવ પરિણામિપણાને લીધે તે જ્ઞાનગુણનો ‘પુનઃ
ત્યાં લગી અન્યપણે પરિણામ અને તે રાગને લીધે બંધહેતુ જ
જ્ઞાનગુણનો જઘન્ય ભાવ પુનર્ન્યતાસ્તિ પરિણામ:' - પુનઃ પુનઃ - ફરી ફરી ‘અન્યતાથી' - અન્યપણે પરિણામ હોય છે, જૂદા જૂદા ન્યૂનાધિક તરતમ ભાવરૂપ ક્ષયોપશમજન્ય અન્ય અન્ય ભાવે પરિણામ હોય છે અને આ જ્ઞાનગુણનો જઘન્યભાવને લીધે તેવો તેવો અન્યપણે પરિણામ તો યથાખ્યાત ચારિત્ર અવસ્થાની હેમાં’ यथाख्यातचारित्रावस्थाया अधस्ताद् યથાખ્યાત ચારિત્ર દશાની નીચેની દશામાં ‘અવશ્યભાવી’ અવશ્ય હોનારા રાગના સદ્ભાવને લીધે હોવાપણાને લીધે - અવશ્યમાવિાળસમાવાત્ બંધહેતુટેવ સ્વાત્ બંધહેતુ જ હોય, બંધ કારણ જ હોય. અર્થાત્ આત્માનું જેવું સંપૂર્ણ નિષ્કષાય શુદ્ધ સ્વરૂપ જ્ઞાની ભગવાથી આખ્યાત અથવા ખ્યાત (પ્રસિદ્ધ) છે, તેવું તથારૂપ પૂર્ણ આત્માનુચરણરૂપ ‘યથાખ્યાત ચારિત્ર' દશાનું પ્રગટપણું જ્યાં લગી થયું નથી, ત્યાં લગી તેનાથી ન્યૂન ઉતરતી દશામાં હજુ રાગના કોઈ અંશનું અવશ્ય હોવાપણું હોય છે, તે રાગ અંશના હોવાપણાને લીધે જ તે જ્ઞાનગુણનો અન્યપણે પરિણામ બંધહેતુ જ હોય.
-
-
જ્ઞાનગુણનો અન્યપણે પરિણામ વા શાનનો ગુણ પરિણામ બંધહેતુ
-
ગુણભાવ
પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીની આ સ્પષ્ટ તત્ત્વમીમાંસા પરથી આ તાત્પર્ય ફલિત થાય છે કે બંધનું કારણ જ્ઞાન ગુણ નથી, પણ જ્ઞાન ગુણનો અન્યપણે પરિણામ છે, અથવા જ્ઞાનનો ગુણ પરિણામ ગૌણભાવ જયન્ય ભાવ મંદભાવ એ જ બંધનું કારણ છે. કારણકે તેવા તેવા ન્યૂનાધિક તરતમ ભાવરૂપ ક્ષયોપશમ ભાવને લીધે જ્યાં લગી જ્ઞાનગુણનો જઘન્યભાવ હોય છે, ત્યાં લગી તે જ જ્ઞાનના બળની (Intensity) ખામીને લીધે અંતર્મુહૂર્તમાં તેનું વિપરિણામિપણું થયા કરે છે અને તે વિપરિણામિપણાને લીધે જ્ઞાનગુણનો ફરી ફરી જૂદા જૂદા ન્યૂનાધિક ભાવરૂપ અન્યપણે પરિણામ થાય છે અને જ્ઞાનગુણનો તે અન્યપણે પરિણામ તો ઉત્કૃષ્ટ ક્ષયોપશમસંપન્ન પરિપક્વ અથવા ક્ષાયિક ભાવરૂપ પૂર્ણ જ્ઞાન અવસ્થા જ્યાં પ્રાપ્ત થાય છે એવી આત્મરમણતા રૂપ યથાખ્યાત ચારિત્ર અવસ્થાની હેઠેની અવસ્થામાં યત્ કિંચિત્ રાગાદિ વિભાવ પરિણામના અવશ્ય હોવાપણાને લીધે બંધહેતુ જ હોય છે. અત્રે તત્ત્વનું તત્ત્વ એ સમજવાનું છે કે જ્ઞાનગુણ સર્વદા સર્વથા બંધહેતુ નથી, પણ જ્ઞાનગુણનો ગુણ પરિણામ (ગૌણ-મંદભાવ) એ જ બંધહેતુ છે અને તે ગુણ પરિણામ પણ રાગના હોવાપણાને લીધે જ બંધહેતુ હોય છે, એટલે બંધ થવાનું મૂળ કારણ રાગ જ - રાગજન્ય જ્ઞાનગુણ પરિણામ જ છે, જ્ઞાન ગુણ નહિ જ.
આકૃતિ
યથાખ્યાત ચારિત્ર અવસ્થા
હેઠે
સ્વ
જીવ
બંધ
-
જયન્ય
←
X
૧૨૨
જ્ઞાનગુણ
-
-
-
← અંતર્મુહૂર્તમાં વિપરિણામીપણું
પર આશ્રવ પુ.