________________
સમયસાર : આત્મખ્યાતિ સર્વ કર્મ ઉન્મેલી પરમ કલાને પામેલી કેવલ જ્ઞાન જ્યોતિની મુક્ત કંઠે સ્તુતિ કરતો સમયસાર કળશ (૧૩) લલકારે છે –
મંદાક્રાંતા - भेदोन्मादभ्रमरसभरात्राटयत्पीतमोहं, मूलोन्मूलं सकलमपि बत्कर्म कृत्वा बलेन । हेलोन्मीलत्परमकलया सार्धमारब्धकेलि, ज्ञानज्योति कवलिततमः प्रोजजृम्भे भरेण ॥११२॥ ભેદોન્માદ ભ્રમરસભરે પીત મોહં નરંતું, ઉમૂલી સૌ કરમ બલથી મૂલમાંથી અનંતું, હેલે ખીલી પરમ કલ શું એહ કેલિ કલંતી, જ્ઞાન જ્યોતિ સમુલસી તમન્ કોળિઓ કરંતી. ૧૧૨
અમૃત પદ-૧૧૨
સંરભ આરંભ સમારંભ' - એ રાગ જ્ઞાન જ્યોતિ પરમ આ ઉલસી, જ્ઞાન જ્યોતિ પરમ આ ઉલસી, મોહતમઃ કવલ જે કરતી, આતમ અમૃતથી ભરતી... જ્ઞાન જ્યોતિ. ૧ ભેદોન્માદ ભ્રમરસ ભરથી, પીત મોહ નટવતું ધરથી, એવું કર્મ સકલ પણ બલથી, કરી મૂલ ઉમૂલન મૂલથી... જ્ઞાન જ્યોતિ. ૨ હેલાથી ઝટ ઉન્મીલતી, નિજ સકલ કલાથી ખીલતી, એવી પરમ કલા શું કેલિ, આરંભતી જેહ અકેલી. જ્ઞાન જ્યોતિ. ૩ જ્ઞાન જ્યોતિ પરમ એ ઉલસી, જ્ઞાન જ્યોતિ પરમ એ ઉલસી, મોહતમઃ કવલ જે કરતી, આતમ અમૃતથી ભરતી... જ્ઞાન જ્યોતિ. ૪ સકલ કલા અવિલ કળતી, કેવલ જ્ઞાન પ્રકાશે ઝળતી,
જ્ઞાન જ્યોતિ ઉલસી આનંદે, ભગવાન આતમ અમૃતચંદ્ર જ્ઞાન જ્યોતિ. ૫ અર્થ - ભેદ ઉન્માદના ભમરસભરથી મોહ પીધેલ હોય એવું નાટ્ય કરતું તે સકલ પણ કર્મ બલથી મૂલોભૂલ કરી (જડ મૂળથી ઉખેડી નાંખી), હેલાથી ઉન્મીલન પામતી પરમ કલા સાથે કેલિ આરંભી છે જેણે એવી તમને કવલિત કરનારી (કોળીઓ કરનારી) જ્ઞાન જ્યોતિ ભરથી (પૂર્ણ પણે) પ્રોજીંભિત થઈ (વિકસી).
આકૃતિ
પીત મોહનું ભેદ ઉન્માદ
નાટક કરતું ભ્રમરસ ભરથી ? | સકલ તતુ કર્મ |
મૂલોભૂલ કરી
પરમ કલા સાથે
કેલિ કરતી જ્ઞાન જ્યોતિ પ્રમ પૂર્ણ વિકાસ પાW
તમમ્ કોળીઓ કરતી