________________
સમયસાર : આત્મખ્યાતિ
સામાયિક પ્રતિજ્ઞા લઈને પણ, દુરંત કર્મચક્રના ઉત્તરણમાં ક્લીબતાએ (પૌરુષ હીનતાએ) કરીને પરમાર્થ ભૂત જ્ઞાન અનુભવન માત્ર સામાયિક આત્મસ્વભાવને નહિ પામતાં, સ્થૂલતમ સંક્લેશ પરિણામ કર્મની પ્રતિનિવૃત્તતાએ કરીને સ્થૂલતમ વિશુદ્ધ પરિણામ કર્મની પ્રતિનિવૃત્તતાએ કરીને સ્થૂલતમ વિશુદ્ધ પરિણામ કર્મ જેને પ્રવર્તમાન છે એવા, કર્મ અનુભવની ગુરુ-લાઘવ પ્રતિપત્તિ માત્રથી (સ્વીકૃતિ માત્રથી) સંતુષ્ટ ચિત્તવાળાઓ સ્થૂલ લક્ષ્યતાએ કરીને સકલ કર્મકાંડને નહિ ઉન્મૂલતાં (જડ મૂળથી નહિ ઉખેડતા) સ્વયં અજ્ઞાનને લીધે કેવલ અશુભ કર્મને બંધહેતુ અધ્યાસી (માની બેસી), એમ વ્રત-નિયમ-શીલ-તપ પ્રમુખ શુભ કર્મને - બંધહેતુને પણ - અજાણતાં મોક્ષહેતુ અભ્યપગમે છે (માની બેસે છે). ૧૫૪
‘અમૃત જ્યોતિ' મહાભાષ્ય
‘‘સર્વ પ્રકારની ક્રિયાનો, યોગનો, જપનો, તપનો અને તે સિવાયના પ્રકારનો લક્ષ એવો રાખજો કે આત્માને છોડવા માટે સર્વે છે, બંધનને માટે નથી. જેથી બંધન થાય એ બધાં (ક્રિયાથી કરીને સઘળાં યોગાદિક પર્યંત) ત્યાગવા યોગ્ય છે. મિથ્યાનામધારીના યથાયોગ્ય.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૧૬૦
“પાપસુ વિમુખ અરુ પુણ્ય હિ કે સનમુખ, સુગતિસુ રુચિ ધરે કુગતિનું ડરે હૈ, કરતા મેં કારજ કો કીનો મેં કારજ એસો, અહં બુદ્ધિ માતો વિપરીત રતિ ધરે હૈ, આપકો ન પહિચાને ઠાને ભ્રમભાવ મન, તન ધન નિજ ગન કરમ કો કરે હૈ, કપટકો આસાન અજ્ઞાન કો વિકાસન હે, ઐસો મિથ્યામતિ ભવસાગર મેં પરે હૈં.'' શ્રી દેવચંદ્રજી કૃત દ્વ.પ્ર. ૩-૮૬ અહીં ફરીથી પણ પુણ્યકર્મના પક્ષપાતી જનના પ્રતિબોધન અર્થે અગાઉ કહેલી વસ્તુનો ઉપક્ષેપ કર્યો છે - જે પરમાર્થ બાહ્ય' - પરમાર્થથી બાહ્ય - બ્હાર વર્તનારા જનો છે તેઓ અજ્ઞાને કરીને ‘સંસારગમન હેતુ' - સંસારમાં જવાના કારણ રૂપ એવા પણ પુણ્યને અજાણતાં મોક્ષહેતુ - મોક્ષકા૨ણ ઈચ્છે છે ઈષ્ટ માને છે ! આ ગાથાનો અનન્ય પરમાર્થ પરિસ્ફુટ કરતાં ‘આત્મખ્યાતિ’ સૂત્રકર્તા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ એક જ પરમાર્થઘન સૂત્રાત્મક વાક્યમાં સેંકડો ગ્રંથોથી ન દર્શાવી શકાય તેવો ભાવ અપૂર્વ તત્ત્વકળાથી ગૂંથી અપૂર્વ તત્ત્વપ્રકાશ રેલાવ્યો છે. તેનો સંક્ષેપ આશયાર્થ આ પ્રકારે - અહીં કોઈ મોક્ષાભિલાષીઓ સામાયિકની પ્રતિજ્ઞા લઈને પણ સામાયિક આત્મસ્વભાવને નહિ પામતાં, સકલ કર્મકાંડને નહિ ઉન્મૂલતા સતા, સ્વયં અજ્ઞાનને લીધે કેવલ અશુભ કર્મને બંધહેતુ માની, બંધહેતુ એવા
1
સંસાર હેતુ પુણ્યને પણ મોક્ષહેતુ માને !
પેવા પ્રતક્ષમાં - ઐકાગ્ય લક્ષણ - એકાગ્રતા લક્ષણવાળું. શી રીતે ? જ્ઞાનમવનમાત્ર - જ્ઞાન ભવન માત્ર, માત્ર - કેવલ જ્ઞાનનું ભવન – હોવાપણું - પરિણમન છે એ રીતે. જ્ઞાન ભવન માત્ર કેવું ? પરમાર્થમૂત - પરમાર્થભૂત. કોના ? સ્વમાવ - સ્વભાવના. કેવા સ્વભાવના ? સમ્પર્શનજ્ઞાનવારિત્ર - સમ્યગ્ દર્શન - જ્ઞાન - ચારિત્ર સ્વભાવના. આમ સમ્યગ્ દર્શન - જ્ઞાન - ચારિત્ર સ્વભાવના પરમાર્થભૂત જ્ઞાનભવનમાત્ર ઔકાગ્ર લક્ષણ સમયસારભૂત સામાયિકની પ્રતિજ્ઞા તેઓ લીએ છે. સામાયિત્રં પ્રતિજ્ઞાયાપિ - આ સામાયિક પ્રતિજ્ઞા લઈને પણ શું ? સામાયિમાત્મસ્વમાવમતમમાના સામાયિક આત્મસ્વભાવ અલહતા - નહિ પામતા. સામાયિક કેવું ? પરમાર્થભૂતજ્ઞાનાનુમવનમાત્ર - પરમાર્થભૂત જ્ઞાન અનુભવન માત્ર, જ્યાં પરમાર્થભૂત માત્ર - કેવલ જ્ઞાનનું અનુભવવાપણું છે એવું. આમ પરમાર્થભૂત જ્ઞાન અનુભવન માત્ર સામાયિક આત્મસ્વભાવ નહિ પામતાં તેથી પછી શું ?
પ્રવર્તમાનસ્થૂલત વિશુદ્ધપરિણામર્માળઃ - પ્રવર્તમાન - પ્રવર્તી રહેલા છે સ્થૂલતમ - સ્થૂલમાં સ્કૂલ વિશુદ્ધ પરિણામ કર્મ જેના એવાઓ. એમ શાથી ? પ્રતિનિવૃત્તસ્થતતમસંવર્તેશપરિણામર્મતા - પ્રતિનિવૃત્ત સ્થૂલતમ - સ્થૂલમાં સ્કૂલ સંક્લેશ પરિણામ કર્મતાએ કરીને. આમ સ્થૂલતમ સંક્લેશ પરિણામ કર્મ નિવત્યાથી સ્થૂલતમ વિશુદ્ધ પરિણામ કર્મ પ્રવત્યાથી શું ? ર્માનુભવમુરુતાધવપ્રતિપત્તિમાત્રસંતુષ્ટવૈતસ: - કર્મ અનુભવના ગુરુલાઘવની પ્રતિપત્તિ - સ્વીકૃતિ માત્રથી સંતુષ્ટ ચિત્તવાળા તેઓ - સ્થૂલનશ્યતા સર્જતું ર્માણ્ડમનુભૂતયંત - સ્થૂલલક્ષ્યતાએ કરીને સકલ કર્મકાંડને નહિ ઉન્મૂલતા, સ્વયં ઞજ્ઞાનાત્ - સ્વયં - અજ્ઞાનને લીધે અશુભ કર્મને કેવલ બંધહેતુ અધ્યાસી - માની બેસી, વ્રતાદિ શુભકર્મોને - બંધહેતુને પણ અજાણતાં મોક્ષહેતુ માની બેસે છે. II તિ ‘ગાભવ્યાતિ’ ગાભમાવના ||૧૯૪||
૫૮