________________
| ચાલ્વાદ અધિકાર ||
અમૃત પદ - ૨૪૭. સ્યાદ્વાદ શુદ્ધિ અર્થ... ચેતન ચિંતન રે, વસ્તુતત્ત્વ વ્યવસ્થાય.. ચેતન ચિંતવ રે. ઉપાય-ઉપેય ભાવ... ચેતન ચિંતવ રે, પુનઃ જરાક ચિંતવાય... ચેતન ચિંતવ રે. ૧ ગંતવ્ય સ્થાન તે મોક્ષ... ચેતન, શુદ્ધાત્મા મોક્ષઉપાય... ચેતન. સ્યાદ્વાદથી થાય સિદ્ધ... ચેતન, શુદ્ધાત્મા જ સિદ્ધ થાય... ચેતન. ૨ એમ સ્યાદ્વાદ સિદ્ધાંત... ચેતન, સિદ્ધિ અપૂર્વ કરંત... ચેતન. “આત્મખ્યાતિ'માં ખ્યાત... ચેતન, ભગવાન અમૃતચંદ્ર... ચેતન. ૩
S
અમૃત પદ - ૨૪૮
ધાર તરવારની સોહલી' - એ રાગ બાહ્ય અર્થોથી પીવાયલું સર્વથા, ત્યક્ત નિજ વ્યક્તિથી રિક્ત થાતું, વિશ્રાંત પરરૂપમાંહિ જ થયેલું અરે ! જ્ઞાન પશુનું બધેથી સીદાતું... બાહ્ય અર્થોથી પીવાયેલું સર્વથા. ૧
જેહ તત્ તે અહીં, સ્વરૂપી તત્ સહી, એમ સ્યાદ્વાદીનું જ્ઞાન થાતું, દૂર ઉન્મગ્ન ઘન સ્વભાવના ભર થકી, પૂર્ણ સમુન્મજ્જતું ઘટ ભરાતું'... બાહ્ય અર્થોથી પીવાયેલું સર્વથા. ૨
अनुष्टुप् अत्र स्याद्वादशुद्ध्यर्थं, वस्तुतत्त्वव्यवस्थितिः । उपायोपेयभावश्च, मनाक् भूयोऽपि चिंत्यते ।।२४७।।
भवंति चात्र श्लोकाः
शार्दूलविक्रीडित बाह्याथैः परिपीतमुज्झतनिजप्रव्यक्तिरिक्तीभव - द्विश्रांतपररूप एव परितो ज्ञानं पशोः सीदति । यत्तत्तत्तदिह स्वरूपत इति स्याद्वादिनस्तत्पुन - दूरोन्मग्नघनस्वभावभरतः पूर्ण समुन्मजति ॥२४८||