________________
સમયસાર : આત્મખ્યાતિ
અમૃત પદ - ૨૩૬
“જ્ઞાનને ઉપાસીએ' - એ રાગ આત્મસંધારણ પૂર્ણ આત્માનું, એમ આત્મામાં કીધું, કૃતકૃત્ય ભગવાન આત્માએ, અનુભવ અમૃત પીધું... આત્મ સંધારણ પૂર્ણ આત્માનું. ૧ મૂકવા યોગ્ય તે મૂકી દીધું બધું, શેષ રહેવા ન કંઈ દીધું, ગ્રહવા યોગ્ય તે ગ્રહી લીધું બધું, શેષ રહેવા ન કંઈ દીધું... આત્મ સંધારણ. ૨ આત્મશક્તિ દળ આત્મ બહાર જતું, સંહૃત તે સકલ કરી લીધું, આત્માને પૂર્ણ જ આત્મામાં ધારી, આત્મ સંધારણ કીધું... આત્મ સંધારણ પૂર્ણ આત્માનું. ૩ જ્ઞાનતણો રત્નાકર ભરિયો, શેય ઉલેચી જાતો ! આંધળો સીંદરી વણતો જાયે ને, પાડો તે જાયે ખાતો ... આત્મ સંઘારણ પૂર્ણ આત્માનું. ૪ અનંત શક્તિનો સ્વામી આ આત્મા, શક્તિ ન અંગ સમાતી,. આત્માથી વ્હારમાં શક્તિ આત્માની, જાતી'તી જે વેડફાતી... આત્મ સંધારણ. ૫
રંત કરી આત્મામાં, સંભૂત સર્વ તે કીધી. આત્માની શક્તિ પાછી ખેંચી તે, આત્મામાં સમાવી... આત્મ સંધારણ પૂર્ણ આત્માનું. ૬ પરભાવ નિમિત્તે ભજતો વિભાવને, આત્મ સ્વભાવ સ્વ છોડી, તે પરભાવને દીધી તિલાંજલિ, દીધા સ્વભાવ જ જોડી... આત્મ સંધારણ. ૭ સ્વભાવમાં ધારણ કરી આત્મા, પૂર્ણ પ્રગટ તે કીધો, આત્મા અમૃતચંદ્ર ભગવાન, અનુભવ અમૃત પીધો... આત્મ સંધારણ. ૮ આત્મ સંધારણ પૂર્ણ આત્માનું, એમ આત્મામાં કીધું, કૃતકૃત્ય ભગવાન આત્માએ, અનુભવ અમૃત પીધું... આત્મ સંધારણ. ૯ ,
उपजाति उन्मुक्तमुन्मोच्यमशेषतस्तत् - तथात्तमादेयमशेषतस्तत् । यदात्मानः संहृतसर्वशक्तेः, पूर्णस्य संधारणमात्मनीह ॥२३६।।
૮દ