________________
અમૃત પદ - ૨૧૯ વસ્તુ સ્થિતિ જીવ ! જેને, રે ચેતન ! વસ્તુ સ્થિતિ તું જેને ! અન્ય દ્રવ્ય કોઈ અન્ય દ્રવ્યમાં, ઉપજાવે અહિં કોને... રે ચેતન ! વસ્તુ સ્થિતિ. ૧ રાગદ્વેષ ઉપજાવણ કારૂં, દ્રવ્ય અન્ય ના દીસે, અન્ય દ્રવ્ય પ્રત્યે તો તું શાને, જીવ ! જીવ એ રાગ રીસે? રે ચેતન ! વસ્તુ સ્થિતિ તું જેને !. ૨ સર્વ દ્રવ્યની ઉત્પત્તિ તો, અંતરમાં જ પ્રકાશે, સ્વ સ્વભાવથી જ વ્યક્ત સર્વથા, વસ્તુસ્થિતિ એ ભાસે... રે ચેતન !. ૩. અન્ય દ્રવ્ય પ્રતિ રાગ દ્વેષ તો, જીવ ! કરે તું શાને ? ભગવાન અમૃત અમૃત કળશે, અનુભવ અમૃત પાને.. રે ચેતન ! વસ્તુ સ્થિતિ તું જેને !. ૪
અમૃત પદ - ૨૨૦ રાગ-દ્વેષ દોષ અજ્ઞાન દોષે, રાગ દ્વેષ તુજ દોષે, પરનો દોષ ન કાંઈ જ એમાં, પર પ્રતિ કાં રોષે ?... રે ચેતન ! રાગદ્વેષ તુજ દોષ. ૧ રાગદ્વેષ દોષની જે ચેતન ! થાયે પ્રસૂતિ આંહિ, કંઈ પણ તેમાં દૂષણ પરોનું, નિશ્ચયથી છે નહિ. રે ચેતન ! રાગદ્વેષ તુજ દોષ. ૨ સર્પત ત્યાં સર્પ શું અપરાધી, સ્વયં અબોધ જ હારો, પર પર દોષ આરોપિત કરતાં, છૂટે ન ચોર બિચારો... રે ચેતન ! રાગદ્વેષ તુજ દોષ. ૩ વિદિત હો આ નિશ્ચય વાર્તા ! પામો અસ્ત અબોધ ! “છું હું બોધ' એ ભગવાન અમૃત, બોધ્યો અમૃત સુબોધ... રે ચેતન ! રાગદ્વેષ તુજ દોશે. ૪
शालिनी रागद्वेषोत्पादकं तत्त्वदृष्टया, नान्यद् द्रव्यं वीक्ष्यते किंचनापि । सर्वद्रव्योत्पत्तिरंतश्चकासति, व्यक्तात्यंतं स्वस्वभावेन यस्मात् ॥२१९।।
__ मालिनी यदिह भवति रागद्वेषदोषप्रसूतिः, कतरदपि परेषां दूषणं नास्ति तत्र | स्वयमयमपराधी तत्र सर्पत्यबोधो, भवतु विदितमस्तं यात्वबोधोऽस्मि बोधः ॥२२०||
૮૨૭