________________
અમૃત પદ ૧૭૨
‘વીતરાગ જય પામ' – એ રાગ
તેઓ જ યતિઓ જાણ, જગમાં તેઓ જ યતિઓ જાણ 1
મોહકંદ અધ્યવસાય ન જેને, તેઓ જ યતિઓ જાણ !... જગમાં તેઓ જ યતિઓ. ૧ જેહ અધ્યવસાય પ્રભાવે, મોહિત એહ મૂઢાત્મ,
વિશ્વથી વિભક્ત તો ય વિશ્વરૂપ, આત્મ કરે છે આત્મ... જગત્માં તેઓ જ યતિઓ. ૨
‘હું ને મારૂં’ જગના પગ બે, એ જેના ફરજંદ,
એવો અધ્યવસાય જ નિશ્ચય આ, મોહતણો એક કંદ... જગમાં. ૩
મોહકંદ અધ્યવસાય ન જેને, તેઓ જ યતિઓ જાણ !
ભગવાન અમૃતચંદ્ર મુનીંદ્રે, ભાખી અમૃત વાણ... જગમાં તેઓ જ યતિઓ. ૪
-
અમૃત પદ - ૧૭૨
‘સેવક કિમ અવગણીએ હો મલ્લિજિન' - એ રાગ
શુદ્ધ જ્ઞાનધન નિજ મહિમામાં, સંતો ધૃતિ ન કાં બાંધે ?
સમ્યગ્ નિશ્ચય આક્રમીને આ, સહજ સ્વરૂપ કાં ન સાંધે ?.. રે સંતો સ્વરૂપે ધૃતિ ન કાં બાંધે.
સર્વત્ર અવધ અધ્યવસાન સહુ ત્યાજ્ય, કહ્યું જિને જે સાર;
તે તો નિખિલ ત્યજાવ્યો માનું, અન્યાશ્રયી વ્યવહાર.. રે સંતો સ્વરૂપે. ૨
સંતો સ્વરૂપે. ૩
તો પછી સર્વ વ્યવહાર જ છાંડી, અન્યાશ્રયી વિણ કંપ; સમ્યનિશ્ચય એક જ આંહિ, આક્રર્મી આ નિષ્કપ રે.. શુદ્ધ શાનધન નિજ મહિમામાં, સંતો ધૃતિ ન કાં બાંધે ? ભગવાન અમૃતચંદ્ર પુકારે, સહજ સ્વરૂપ કાં ન સાંધે ?.. રે સંતો સ્વરૂપે. ૪
ડ
इन्द्रवज्रा
विश्वाद्विभक्तोऽपि हि यत्प्रभावा -
दात्मानमात्मा विदधाति विश्वं ।
मोहैककंदोध्यवसायः एष,
नास्तीह येषां यतयस्त एव || १७२ ||
હ
शार्दूलविक्रीडित
सर्वत्राध्यवसानमेवमखिलं त्याज्यं यदुक्तं जिनैः, तन्मन्ये व्यवहार एव निखिलोप्यन्याश्रयस्त्याजितः । सम्यङ् निश्चयमेकमेव तदमी निष्कंपमाक्रम्य किं, शुद्धज्ञानघने महिम्नि न निजे बध्नंति धृतिं ॥ १७३॥
ܗ
૮૦૧