________________
અમૃત પદ - ૩
રત્નમાલા પુરાણ પુરુષ આ પરમ પ્રકાશે, ભગવાન્ આત્મા અમૃત પ્રભાસે... ધ્રુવપદ. વિણ નયપક્ષો અચલો જ સાવ, આક્રામંતો અવિકલ્પ ભાવ... પુરાણ પુરુષ આ. ૧ સાર સમયનો જેહ જણાતો, ગુપચુપથી સ્વયં સ્વાદ કરાતો... પુરાણ પુરુષ આ. ૨ વિજ્ઞાન એકરસ પુણ્ય આ ભરિયો, પુરાણ પુરુષો અમૃત દરિયો.. પુરાણ પુરુષ આ. ૩ જ્ઞાન ભગવાનું આ દર્શન આ છે, જે કંઈપણ તે એક જ આ છે... પુરાણ પુરુષ આ. ૪
અમૃત પદ - ૯૪ આત્મા ગતાનુગત કરે આત્મમાં, આત્મા ગતાનુગત કરે આત્મમાં... ધ્રુવપદ. ૧ ચૂકે નિજ પ્રવાહથી દૂરે, ભમતો વિકલ્પ જાલના પૂરે, વિવેક-નિમ્ન ગમનથી દૂરથી, દોરાયો નિજ પ્રવાહે જોરથી... આત્મા ગતાનુગત કરે. ૨ આત્મા વિજ્ઞાનૈકરસે ઘનો, આત્મા તÊકરસીને આણતો, ગતાનુગતતા નિજ આત્મમાં, પામે જલ શું અમૃત ભગવાનમાં... આત્મા ગતાનુગત. ૩
અમૃત પદ - ૯૫ જીવ્યું ધન્ય તેહનું રે' - એ રાગ
કર્તાપણું બાળ તું ! – ધ્રુવપદ વિકલ્પક કર્તા કેવલ પરે ! વિકલ્પ કેવલ કર્મ ભાસ ! બાળ કર્તાપણું બાળ તું!... ૧ કર્તા-કર્મપણું સવિકલ્પનું, પામે નહિ કદી થવા નાશ... કર્તાપણું બાળ તું !.. ૨
शार्दूलविक्रीडित आक्रमन्नविकल्पभावमचलं पक्षैर्नयानां विना, सारो यः समयस्य भाति निभृतैरास्वाद्यमानः स्वयं । विज्ञानैकरसः स एष भगवान्पुण्यः पुराणः पुमान्, ज्ञानं दर्शनमप्ययं किमथवा यत्किंचनैकोप्येयं ।।१३।।
S दूरं भूरिविकल्पजालगहने भ्राम्यन्निजौधाच्युतो, दूरादेव विवेकनिम्नगमनानीतो निजौघं बलात् । विज्ञानैकरसस्तदेकरसितामात्मानमात्माहरन्, आत्मन्येव सदा गतानुगततामायात्वयं तोयवत् ॥९४।।
अनुष्टुप् विकल्पकः परं कर्ता, विकल्पः कर्म केवलं | न जातु कर्म कर्मत्वं, सविकल्पस्य नश्यति ।।९५।।