________________
સમયસાર : આત્મખ્યાતિ
કર્તા કર્મમાં નથી, કર્મ કર્તામાં નથી ઈ. છતાં મોહ શો ? એમ અપૂર્વ શબ્દ-અર્થ-તત્ત્વ ચમત્કૃતિથી અદ્ભુત તસ્વચમત્કૃતિ દર્શાવતો સમયસાર - કળશ (૯૮) લલકારે છે –
શાહૂતવિક્રીડિત कर्ता कर्मणि नास्ति नास्ति नियतं कर्मापि नत्कर्तरि, द्वंद्वं विप्रतिषिध्यते यदि तदा का कर्तृकर्मस्थितिः । ज्ञाता ज्ञातरि कर्म कर्मणि सदा व्यक्तेति वस्तुस्थितिः, र्नेपथ्ये बत नानटीति रभसा मोहस्तथाप्येष किं ? ॥९८॥ કર્તા કર્મ મહીં ન છે નકી જ ના છે કર્મ કર્તા મહીં; આ જે દ્રઢ નિષેધ થાય અહિ તો શી કર્ણ કર્મ સ્થિતિ ? જ્ઞાતામાં નિત જ્ઞાતૃ કર્મ કરમે આ વ્યક્તિ વસ્તુસ્થિતિ, નેપચ્ચે અહિ તોય રે ! રભસથી આ મોહ શું નાટતો ? ૯૮
અમૃત પદ-૯૮
(રાગ ઉપરના પદ પ્રમાણે). કર્તતા કર્મ મહિ ન છે નિશ્ચયે, કર્મ પણ કર્તામાં છે ના જ... કર્તાપણું. ૧ કંદ્ર એહ નિષેધ જો થાય છે, કર્તા કર્મ-સ્થિતિ તો ક્યાં જ?... કર્તાપણું. ૨ જ્ઞાતા જ્ઞાતામતિ કર્મ કર્મમાં, વસ્તુસ્થિતિ આ વ્યક્તિ સદા જ... કર્તાપણું. ૩ તોય રે ! નેપથ્ય મોહ શું નાટતો? પોકારે અમૃત મુનિરાજ.. કર્તાપણું. ૪ - કર્તા-કર્મનું તત્ત્વ વિજ્ઞાન આ, ભાખ્યું “વિજ્ઞાનઘન” ભગવાન... કર્તાપણું. ૫
અમૃતચંદ્ર મુનિચંદ્ર અહો ! પ્રકાશ્યો જગમાં જ્ઞાન ભાણ... કર્તાપણું. ૫ અર્થ - કર્તા કર્મમાં છે નહિ, તે કર્મ પણ નિયતપણે કર્તામાં છે નહિ, એમ તંદ્ર જે વિપ્રતિષેધાય છે, તો કક્કર્મસ્થિતિ શી ? જ્ઞાતા જ્ઞાતામાં છે, કર્મ સદા કર્મમાં છે, એથી વ્યક્ત વસ્તુસ્થિતિ છે, તથાપિ આ મોહ અરે ! નેપથ્યમાં કેમ રભસથી (જોર શોરથી – આવેગથી) નાચી રહ્યો છે ?
“અમૃત જ્યોતિ' મહાભાષ્ય “જે લોકમાં સાક્ષી કર્તા પ્રથમ ચૈતન્ય જિન પ્રતિમા થા, ચૈતન્ય જિન પ્રતિમા થા.”
- શ્રીમદ્ રાજચંદ્ર, હાથનોંધ, ૨-૧૮૬ સાધુ ભાઈ અપના રૂપ જબ દેખા... સાધુ. કરતા કૌન કૌન કુની કરની, કૌન માગેગો લેખા ?' - આનંદઘન પદ-૬૬
અત્રે આ અમૃત કળશમાં આચાર્યવર્ય અમૃતચંદ્રજીએ કર્તકર્મ વિજ્ઞાન અદૂભુત વચન-વિન્યાસથી પ્રદ્યોતિત કર્યું છે, આત્મા કર્તા ચેતન છે અને પુલકર્મ જડ છે. જડ-ચેતનનો વ્યાપ્ય-વ્યાપક ભાવ છે નહિ, એટલે કુંભનો કહેવાતો કર્તા કુંભકાર જેમ કુંભમાં છે નહિ અને કુંભકારનું કહેવાતું કર્મ જેમ કુંભકારમાં છે નહિ, તેમ કર્મનો કહેવાતો કર્તા આત્મા કર્મમાં છે નહિ અને આત્માનું કહેવાતું કર્મ આત્મામાં છે નહિ. આમ વ્યાપ્ય-વ્યાપક ભાવના અભાવે - તંf નાતિ નતિ નિયતં મffs તરિ - કર્તા કર્મમાં છે નહિ અને કર્મ કર્તામાં છે નહિ, એમ આ કંક – બન્ને વાત નિષેધવામાં આવે છે, તો પછી કÇકર્મસ્થિતિ શી ? કંä વિપ્રતિષ્મિતે ય િતવા વા વર્મસ્થિતિઃ | ચેતન આત્મા કર્તા
૭૧૨