________________
સમયસાર : આત્મખ્યાતિ
કરે છે તે જાણતો નથી - જાણે છે તે કરતો નથી, એવી અદ્દભુત શબ્દ-અર્થ-તત્ત્વ ચમત્કૃતિથી અપૂર્વ તત્ત્વ રહસ્ય પ્રકાશતો સમયસાર - કળશ (૯૬) સંગીત કરે છે -
रथोद्धता यः करोति स करोति केवलं, यस्तु वेत्ति स तु वेत्ति केवलं । यः करोति न हि वेत्ति स क्वचित्,
यस्तु वेत्ति न करोति स क्वचित् ॥१६॥ જે કરે છે કરતો જ માત્ર તે, જેહ જાણતા જ જાણતો જ તે; જે કરે છે ન જ જાણ તે ક્વચિત્, જેહ જાણત કરે ન તે ક્વચિત્. ૯૬
અમૃત પદ-૯૬ જીવ્યું ધન્ય તેહનું' - એ રાગ
કર્તાપણું બાળ તું... ધ્રુવ પદ. જે કરે તે કેવલ કરતો રહે, જાણે તે રહે કેવલ જાણ... કર્તાપણું. ૧
જે કરે તે ક્વચિત ન જાણતો, જાણે તે ક્વચિત્ કરે ન જાણ... કર્તાપણું. ૨ અર્થ - જે કરે છે તે કેવલ કરે છે અને જે જાણે છે તે જ કેવલ જાણે છે, જે કરે છે તે ક્વચિત્ જાણતો નથી અને જે જાણે છે તે ક્વચિત્ કરતો નથી.
“અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “જહાં કલપના જલપના, તહાં માનો દુઃખ છાંઈ; મિટે કલપના જલપના, તબ વસ્તુ તિન પાઈ.” - શ્રીમદ્ રાજચંદ્રજી
કરે કરમ સોઈ કરતારા, જો જાનૈ સો જાનમહારા; જો કરતા નહિ જાને સોઈ, જાનૈ સો કરતા નહિ હોઈ.”
- શ્રી બના. કત સુ.સા. કર્તા કર્મ અ. ૩૩ અત્રે પરમ અદ્દભુત વચનભંગીની શબ્દ-અર્થ-તત્ત્વ ચમત્કૃતિથી પરમ પરમાર્થ-મહાકવિ-બ્રહ્મા પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યેજીએ થોડામાં થોડા સાદામાં સાદા શબ્દોમાં ઉંચામાં ઉંચા તત્ત્વજ્ઞાનનું ઉંચામાં ઉંચુ રહસ્ય દાખવતા આ પરમ તત્ત્વામૃતસંભૂત અપૂર્વ સુવર્ણ કળશનું સર્જન કર્યું છે - ય: રોતિ સ રીતિ
વર્તુ, વહૂ ર સ ત ત્તિ હેવત - જે કરે છે - કર્મ કરે છે, તે કેવલ-માત્ર કરે છે, જે જાણે છે, તે કેવલ-માત્ર કરે છે, જે જાણે છે, તે ક્વચિત્ - ક્યાંય પણ – ક્યારેય પણ – કાંઈ પણ જાણતો નથી, જે જાણે છે, તે ક્વચિત્ - ક્યાંય પણ – ક્યારેય પણ – કાંઈ પણ કરતો નથી, ય: રીતિ ન હિ વેત્તિ સ कवचित्, यस्तु वेत्ति न करोति स क्वचित् ।
તાત્પર્ય કે – જે વિકલ્પરૂપ કર્મ કરે છે, તે કેવલ કર્મનો કર્તા હોય છે, જ્ઞાતા હોતો નથી; જે જાણે છે તે કેવલ જ્ઞાતા હોય છે. વિકલ્પ કર્મનો કર્તા હોતો નથી. જે વિકલ્પ - કર્મ કરે છે, તે જ કર્તા-અજ્ઞાતા અજ્ઞાની છે; જે વિકલ્પ-કર્મ કરતો નથી, તે જ અકર્તા-જ્ઞાતા જ્ઞાની છે. વિકલ્પ-કર્મ કરે છે તે અજ્ઞાની ને વિકલ્પ-કર્મ ન કરે તે જ જ્ઞાની.
૦૮