________________
સમયસાર : આત્મખ્યાતિ નવિકલ્પ જલની અટવી વટાવી જાય છે. તે જ સમરસી એક અનુભૂતિમાત્ર સ્વભાવને પામે છે એવો સમયસાર કળશ (૪૫) લલકારે છે -
वसंततिलका स्वेच्छासमुच्छलदनल्पविकल्पजाला मेवं व्यतीत्य महतीं नयपक्षकक्षां । अंतर्बहिः समरसैकरसस्वभावं,
स्वं भावमेकमुपयात्यनुभूतिमात्रं ॥९०॥ એવી યથેચ્છ જ અનલ્પ વિકલ્પાલા, મોટી વટાવી અટવી નયપક્ષમાંથી અંતર બહિર સમરસૈકસ સ્વભાવ, તે એક માત્ર અનુભૂતિમયો સ્વભાવ. ૯૦
અમૃત પદ-૯૦.
ધાર તરવારની' - એ રાગ એમ ઈચ્છાનુસારે બહુ પ્રકાર જ્યાં, વિકલ્પ અનલ્પની જાલ જામે; એવી નયપક્ષની, જટિલ નિજ કક્ષની, મોટી અટવી વટાવી વિરામે... પક્ષ. ૧ બહાર ત્યમ અંતરે, સમરસ જ રસ ધરે, એવો સ્વભાવ તે સ્વ ભાવ પામે, માત્ર અનુભૂતિ જ્યાં, એક અમૃતમયી, આત્મ ભગવાન તે આત્મધામે... પક્ષ. ૨
અર્થ - એમ સ્વેચ્છાથી સમુચ્છલતી અનલ્પ વિકલ્પજલવાળી મહિતી નયપક્ષ કક્ષાને વ્યતીત કરી, અંતરમાં બહારમાં સમરસ એકરસ સ્વભાવી એવા એક અનુભૂતિમાત્ર સ્વ ભાવને પામે છે.
અમૃત જ્યોતિ” મહાભાષ્ય સર્વ જીવ પ્રત્યે સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગ દશા રાખવી એજ સર્વ જ્ઞાનનું ફળ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. ૭૧૧, ૭૮૧
નય અરૂ ભંગ નિક્ષેપ વિચારતાં, પૂર્વધર થાકે ગુણ હેરી, વિકલ્પ કહેત થાગ નવી પાયે, નિર્વિકલ્પત હોત ભયે રી, અંતર અનુભવ વિન તુજ પદ મેં, યુક્તિ નહિ કોઉ ઘટત અનેરી, ચિદાનંદ પ્રભુ કરી કૃપા, દીજે તે રસ રીઝ ભલે રી.” - ચિદાનંદ, પદ-૬૮
નમુનારૂપે દિગ્ગદર્શનરૂપે કેટલાક (૪૦) નયપ્રકારો પ્રજ્ઞાનિધિ પ્રજ્ઞાશ્રમણ અમૃતચંદ્રજીએ વર્ણવી દેખાડ્યા, તેવા તો અનંત નયપ્રકારો થઈ શકે અને વર્ણવતાં તેનો પાર આવે નહિ, એટલે જ આ કળશ કાવ્યમાં ઉપસંહાર કરતાં પરમ પ્રજ્ઞાતિશયસંપન્ન પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજી વદે છે કે - એમ ઉપરમાં વર્ણવી દેખાડ્યું તેમ “સ્વેચ્છા' - પોતાની ઈચ્છા પ્રમાણે ફાવે તેટલા ગમે તેટલા “ગમો' - વચનભંગી પ્રકારો - નવિકલ્પો થઈ શકે છે, જેટલા વચનપથ તેટલા નયવાદો બની શકે છે. એટલે એમ સ્વેચ્છા પ્રમાણે જ્યાં અનલ્પ - પુષ્કળ વિકલ્પ જલ અત્યંત ઉછળી - ઉલસી રહેલી છે. એવી મહિતી નયપક્ષ કક્ષાને વ્યતીત થઈ', મહા નયપક્ષ ભૂમિકાને ઉલ્લંઘી જઈ, મોટી નયપક્ષ અટવીને વટાવી જઈ, તે તત્ત્વવેદી પુરુષ “અંતરમાં ને વ્હારમાં સમરસ એકરસ સ્વભાવવાળા એક અનુભૂતિમાત્ર સ્વભાવને પામે છે.' અર્થાત જ્યાં અનેક ઝાંખરા ડાખળાં ઊગી નીકળ્યા છે અને જ્યાં અનેક પ્રકારની ઝાડીઓની જાલ ફેલાઈ ગઈ છે, એવી મહાલ જેવી કક્ષા - મહા અટવી જેમ દુલધ્ય છે, મહા કુમાલ ભરેલું ગાઢ જંગલ જેમ ઓળંગવું દુષ્કર છે, તેમ જ્યાં અનંત વિકલ્પોની જાલ ફેલાયેલી છે, એવી મહાકાલ જેવી
૬૮૬