________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૭૦-૮૯
एकस्य बद्धो न तथा परस्य - બંધાયેલ છે, બીજા નયના
સમાવી દેતી આત્મભાવનાની પરમ અદ્ભુત ધૂન લેવડાવી છે. જેમકે એક નયના (વ્યવહારનયના) પક્ષમાં ચિત્ ચૈતન્ય ‘બદ્ધ’ (નિશ્ચયનયના) પક્ષમાં ‘ચિત્' - ચૈતન્ય તેમ નથી ‘અબદ્ધ' છે એમ ‘ચિત્' – ચૈતન્યની બાબતમાં બે નયના બે પક્ષપાત છે. વિતિ દોિિવતિ પક્ષપાતી' જેનો પક્ષપાત વ્યુત થયેલો છે - ભ્રષ્ટ થયેલો છે, જે કોઈ પણ પક્ષ ગ્રહણમાં પાત કરતો નથી પડતો નથી, એવો વસ્તત્ત્વવેવી શ્રુતપક્ષપાતઃ જે ‘તત્ત્વવેદી' છે, તત્ત્વને વેદનારો - સંવેદનારો - આત્માનુભવથી અનુભવનારો છે, તેને તો ‘ચિત્’ ચૈતન્ય સદા નિશ્ચયે કરીને ‘ચિત્' જ - ચૈતન્ય જ છે, ‘તસ્યાપ્તિ નિત્યં હતુ વધિવેવ' । અર્થાત્ સમસ્ત આત્મતત્ત્વ સર્વસ્વ સમર્પિત કરતો એકાક્ષરી અક્ષર ‘ચિત્' છે, તે સમગ્ર સંપૂર્ણ અખંડ અભેદ વસ્તુસ્વરૂપ છે; તેમાં વસ્તુ અંશગ્રાહી બધા નયો - અપેક્ષાવિશેષો સમાઈ જાય છે. તેમાંથી કોઈ એક અપેક્ષાવિશેષ કોઈ તેને 'બદ્ધ' કહે છે, કોઈ તેને તેથી ઉલટું ‘અબદ્ધ' કહે છે, એમ જૂદા જૂદા બે નયપક્ષને ગ્રહણ કરનારા બેના પરસ્પર વિરુદ્ધ બે પક્ષપાત છે. તે તો વસ્તુના એકાંશને ગ્રહણ કરનારા વિકલ્પરૂપ નયપ્રકારો છે, પણ જેનો સમસ્ત પક્ષપાત છૂટી ગયો છે - જે કોઈ પણ નય પ્રત્યે પક્ષપાત કરતો નથી એવો તત્ત્વવેદી તો સમગ્ર સંપૂર્ણ વસ્તુગ્રાહી ‘ચિત્’ તત્ત્વ પ્રત્યે જ દૃષ્ટિ ઠેરવે છે અને તેને ‘ચિત્' સુનિશ્ચિતપણે સદા ‘ચિત્ જ' આત્માનુભવ પ્રતીત થાય છે. કોઈ ભલે તેને બદ્ધ કહો કે ભલે અબદ્ધ કરો, પણ તેમાં ‘ચિત્'ના ચિત્ક્ષણામાં - ચિત્ તત્ત્વપણામાં કાંઈ ફરક પડતો નથી, તે ‘ચિત્’ તત્ત્વ તો તત્ત્વવેદીને સદા ચિત્ ચિત્ ને ચિત્ જ અનુભવાય છે.
-
આમ જેમ આ બદ્ધ-અબદ્ધ એ બે પરસ્પર વિરુદ્ધ નયપક્ષની અપેક્ષાએ કહ્યું, તેમ તેને બદલે (૧) મૂઢ-અમૂઢ, (૨) રક્ત-અરક્ત, (૩) દ્વિષ્ટ-અદ્વિષ્ટ, (૪) કર્તા-અકર્તા, (૫) ભોક્તા-અભોક્તા, (૬) જીવ-અજીવ, (૭) સૂક્ષ્મ-અસૂક્ષ્મ (સ્થૂલ), (૮) હેતુ-અહેતુ, (૯) કાર્ય-અકાર્ય, (૧૦) ભાવ-અભાવ, (૧૧) એક-અનેક, (૧૨) શાંત-અશાંત (પાઠાંતર - સાંત-અનંત) (૧૩) નિત્ય-અનિત્ય, (૧૪) વાચ્ય-અવાચ્ય, (૧૫) નાના-અનાના, (૧૬) ચેત્ય-અચેત્ય, (૧૭) દૈશ્ય-અદૃશ્ય, (૧૮) વેદ્ય-અવેઘ, (૧૯) ભાત-અભાત, એમ ૩૮ અન્ય પરસ્પર બે બે વિરુદ્ધ નયપક્ષની અર્થઘટના પણ એ જ પ્રકારે બદ્ધ-અબદ્ધને સ્થાને અનુક્રમે મૂઢ-અમૂઢ આદિ શબ્દો મૂકીને સ્વમતિથી સમજી લેવી.
-
-
૮૫
-
-