________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૧૩૨-૧૩૬ છે. (૫) અને તેથી ક્ષોભ પામેલા તેના મન-વચન-કાયાના યોગની પ્રવૃત્તિ પણ તે પરભાવની પ્રાપ્તિ અર્થે તદનુકૂલપણે મુખ્યપણે પ્રવર્તે છે. આમ મૂળ અવિદ્યારૂપ આત્મશ્રાંતિને લીધે જ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ આશ્રવાર - કર્મ આગમનના ગરનાળા ખુલ્લા રહે છે. એટલે તે બંધ હેતુઓથી આત્મા કર્મથી બંધાય છે અને કર્મની બેડીથી બંધાયેલો આ જીવ ભવભ્રમણ દુખ પણ પામે છે.” યોગદષ્ટિસમુચ્ચય ઉપોદઘાત (ડૉ. ભગવાનદાસ કૃત)
આ બંધ હેતુઓ અંગે પરમ તાત્ત્વિક મીમાંસા પ્રકાશતા પરમ આત્મદ્રષ્ટા શ્રીમદ્ રાજચંદ્રજી વદે છે –
“જન્મ, જરા, મરણ મુખ્યપણે દુઃખ છે. તેનું બીજ કર્મ છે. કર્મનું બીજ રાગદ્વેષ છે, અથવા આ પ્રમાણે પાંચ કારણ છેઃ - મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ પહેલા કારણનો બીજાનો અભાવ, પછી ત્રીજાનો, પછી ચોથાનો અને છેવટે પાંચમાં કારણનો એમ અભાવ થવાનો ક્રમ છે. મિથ્યાત્વ મુખ્ય મોહ છે. અતિરિક્ત ગૌણ મોહ છે. પ્રમાદ અને કષાય અવિરતિમાં અંતર્ભાવી શકે છે. યોગ સહચારીપણે ઉત્પન્ન થાય છે. ચારે વ્યતીત થયા પછી પણ પૂર્વ હેતથી યોગ હોઈ શકે.”
- શ્રીમદ્ રાજચંદ્ર, હાથનોંધ-૨
સ્વ.
પર પુદ્ગલ કર્મ
જીવ
દ૬૭