________________
સમયસાર : આત્મખ્યાતિ
अण्णाणस्स स उदओ जं जीवाणं अतचउवलद्धी । मिच्छत्तस्स दु उदओ जीवस्स असदहाणत्तं ॥१३२॥ उदओ असंजमस्स दुजं जीवाणं हवेइ अविरमणं । નો ટુ નુસોગોનો નીવા તો વાડો 9રૂર तं जाणं जोगउदयं जो जीवाणं तु चिट्ठडच्छाहो । सोहणमसोहणं वा कायव्यो विरदिभावो वा ॥१३४॥ एदेसु हेदुभूदेसु कम्मइय वग्गणागवं जं तु । परिणमदे अट्ठविहं णाणावरणादिभावेहिं ॥१३५॥ तं खलु जीवणिबद्धं कम्मइयवग्गणागयं जइया । तइया दु होदि हेदू जीवो परिणामभावाणं ॥१३६॥ અતત્ત્વ ઉપલબ્ધિ જીવની, ઉદય અજ્ઞાનનો તેહ રે; અશ્રદ્ધાનપણું જીવનું, ઉદય મિથ્યાત્વનો એહ રે... અજ્ઞાનથી. ૧૩૨ અવિરમણ જ જે જીવનું, ઉદય અસંયમનો તેહ રે; કલુષ ઉપયોગ જે જીવનો, ઉદય કષાયનો એહ રે... અજ્ઞાનથી. ૧૩૩ ચેષ્ટા ઉત્સાહ જે જીવનો, તે જોગ ઉદય જાણ રે; કરવો શોભન અશોભન વળી, વિરતિ ભાવ તે જાણ રે... અજ્ઞાનથી. ૧૩૪ ને હેતુભૂત સતે, કામણ વર્ગણાગત જેહ રે; જ્ઞાનાવરણાદિ ભાવથી, અષ્ટવિધ પરિણમે તેહ રે... અજ્ઞાનથી. ૧૩૫ કાર્મણવર્ગણાગત જ્યારે, તે જીવનિબદ્ધ હોય રે;
ત્યારે પરિણામભાવો તણો, હેતુ જીવ આ હોય રે... અજ્ઞાનથી. ૧૩૬ ગાથાર્થ - જીવોની જે અતત્વ ઉપલબ્ધિ (તત્ત્વનું અજાણપણું) તે અજ્ઞાનનો ઉદય છે, જીવનું અશ્રદ્ધાનપણું તે મિથ્યાત્વનો ઉદય છે. ૧૩૨
જીવોનું જે અવિરમણ હોય છે, તે અસંયમનો ઉદય છે, જીવોનો જે કલુષ (મલિનો ઉપયોગ તે કષાયનો ઉદય છે. ૧૩૩
જીવોનો જે ચેષ્ટા ઉત્સાહ અથવા શોભન વા અશોભન વિરતિ ભાવ કર્તવ્ય છે તે યોગનો ઉદય જાણ ! ૧૩૪
અને એઓ હેતુભૂત સતે કાર્મણ વણાગત જે જ્ઞાનાવરણાદિ ભાવે અષ્ટવિધ (આઠ પ્રકારે) પરિણમે છે, તે કામણ વણાગત જ્યારે જીવનિબદ્ધ હોય છે, ત્યારે જીવ પરિણામભાવોનો હેતું હોય છે. ૧૩૫-૧૩૬
૬૬૨