________________
સમયસાર : આત્મખ્યાતિ
જ્ઞાનીનો ભાવ જ્ઞાનમય જ ને અજ્ઞાનીનો અજ્ઞાનમય જ કેમ ? એમ નીચેની ગાથાનો ભાવ સૂચવતો ઉત્થાનિકા સમયસાર કળશ (૨૧) કહે છે -
आर्या ज्ञानमय एव भावः कुतो भवेत् ज्ञानिनो न पुनरन्यः । अज्ञानमयः सर्व कुतोयमज्ञानिनो नान्यः ॥ ६६ ॥ જ્ઞાનમય જ ભાવ ક્યાંથી, હોય જ્ઞાનિનો ? ન પુનઃ બીજો; અજ્ઞાનમય સૌ ક્યાંથી, અશાનિનો આ ? નહિ જ બીજો. ૬૬ અમૃત પદ-૬૬
જ્ઞાનમય જ ભાવ ક્યાંથી જ્ઞાનીનો ? બીજો ખરે ! ના હોય રે, અજ્ઞાનમય સૌ અજ્ઞાનીનો, ક્યાંથી ? બીજો ના હોય રે... જ્ઞાનમય જ. સમાધાન કરતા આ ભગવાન, જ્ઞાની અમૃત ભાખે રે,
જ્ઞાની વિના બીજો કોણ એનું, રહસ્ય આવું દાખે રે ?
જ્ઞાનમય જ.
અર્થ - જ્ઞાનીનો જ્ઞાનમય જ ભાવ ક્યાંથી હોય ? નહિ કે બીજો, અજ્ઞાનીનો સર્વ આ (ભાવ) અજ્ઞાનમય ક્યાંથી હોય ? નહિ કે બીજો. ૬૬
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
જ્ઞાનીની દશા બહુ જ અદ્ભુત છે,
નિરાશ્રય એવા જ્ઞાનીને બધું ય જ્ઞાન છે.'' - શ્રીમદ્ રાજચંદ્ર, ઉપદેશ છાયા, ૩૭૭
જ્ઞાનીનો ભાવ જ્ઞાનમય જ કેમ ? ને અજ્ઞાનીનો અજ્ઞાનમય જ કેમ ? એનો ખુલાસો નીચેની ગાથાઓમાં આવે છે, તેનું સૂચન કરતો આ ઉત્થાનિકા કળશ કહ્યો છે - ज्ञानमय एव भावः कुतो भवेद् ज्ञानीनो न पुनरन्यः - જ્ઞાનીનો ભાવ જ્ઞાનમય જ ક્યાંથી - કયા કારણથી હોય ? પણ અન્ય - બીજો અજ્ઞાનમય ન હોય અને અજ્ઞાનીનો આ સર્વ જ ભાવ અજ્ઞાનમય જ ક્યાંથી - કયા કારણથી હોય ? પણ અન્ય - બીજો જ્ઞાનમય ન હોય.
s
પર