________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૨૭.
વર્તે છે, તે સદા શુદ્ધ એક ગ્લાયકભાવ રૂપ શુદ્ધ આત્માનુભૂતિ કરે છે. એટલે આમ આ અત્યંત ઉદિત વિવિક્ત આત્મખ્યાતિપણાને લીધે વિવિક્ત – પૃથફ આત્માનુભવના સદ્ભાવે જ્ઞાનીનો ભાવ જ્ઞાનમય જ હોય. અને “તે સતે’ - જ્ઞાનીનો ભાવ એમ જ્ઞાનમય જ હોય છે, એટલે તે જ્ઞાની “સ્વપરનું નાનાત્વ
વિજ્ઞાન કરે છે - સ્વરિયો નાવિજ્ઞાનેન સ્વપરનું - આત્મ અનાત્માનું શાનીના કર્મ-અકર્તાપણાની નાનાપણું - ભિન્ન ભિન્નપણું જાણે છે. આત્મા-અનાત્માના ભેદજ્ઞાનથી તત્ત્વ વૈજ્ઞાનિક પ્રક્રિયા સ્વપરનું પૃથકપણે જાણે છે અને આમ તે સ્વપરનું નાનાત્વ વિજ્ઞાન કરે છે,
એથી કરીને “જ્ઞાનમાર્ગે સેિન સુનિવિદ:” - “જ્ઞાન માત્ર સ્વમાં સુનિવિષ્ટ એવો તે પર એવા રાગદ્વેષ સાથે પૃથગુભૂતતાએ કરીને વર્તે છે, અર્થાત્ કેવલ જ્ઞાન સિવાય જ્યાં બીજું કાંઈ નથી એવા જ્ઞાનમાત્ર-કેવલ જ્ઞાન સ્વરૂપ સ્વમાં - આત્મામાં સારી પેઠે સ્થિર થઈને બેસી ગયેલો - સનિવિષ્ટ એવો તે આત્માથી અન્ય - અનાત્મા પર એવા રાગ-દ્વેષ સાથે પૃથગુભૂતપણાએ - અલગપણાએ કરીને વર્તે છે - પૃથક - અલગ થઈ ગયાપણાએ કરીને વર્તે છે; અને એમ પર એવા રાગદ્વેષથી - પૃથક - અલગપણે તે વર્તે છે, એટલે તે રાગ-દ્વેષ હું નથી એમ તે પર એવા રાગ
ષમાંથી “સ્વરસથી જ નિવૃત્ત અહંકાર' હોય છે, આપોઆપ જ અહંકાર જેનો નિવૃત્ત થયો છે એવો હોય છે અને એમ નિવૃત્ત અહંકાર તે સ્વયં નિશ્ચયે કેવલ જાણે જ છે - સ્વયં વિન વક્ત નાનાચેવ, નથી રાગ કરતો ને નથી રોષ કરતો, તેથી કરીને આવી આ અનુક્રમબદ્ધ કાર્યકારણ સંકલના પરથી સુપ્રતીત થાય છે કે આત્મસ્વરૂપના જ્ઞાનરૂપ જ્ઞાનમય ભાવને લીધે જ જ્ઞાની “પર એવા રાગદ્વેષને આત્મા ન કરતો કર્મો નથી કરતો', આત્માથી અન્ય-પર એવા અનાત્મારૂપ રાગદ્વેષને આત્મારૂપ - આત્મભાવ રૂપ નહિ કરતો સતો કર્મો નથી કરતો. અર્થાતુ અકર્મનું બીજ વીતરાગ-દ્વેષપણું છે ને વીતરાગ-દ્વેષપણાનું બીજ જ્ઞાન છે, એટલે જ્ઞાન એ જ અકર્મપણાનું અંતર્ગત મૂળ કારણ છે. આમ જ્ઞાનીને (૧) સમ્યફ સ્વપર વિવેકથી વિવિક્ત આત્મખ્યાતિનું અત્યંત ઉદિતપણું હોય છે, (૨) તેથી તેનો જ્ઞાનમય જ ભાવ હોય છે, (૩) તેથી તેને સ્વપરનું નાના વિજ્ઞાન હોય છે, (૪) તેથી તેને જ્ઞાનમાત્ર સ્વમાં સુનિવિષ્ટતા હોય છે, (૫) અને પર રાગદ્વેષથી પૃથગૃભૂતતા હોય છે, (૬) તેથી તેને અહંકાર નિવર્તે છે, (૭) તેથી તેને રાગદ્વેષથી નિવૃત્તિ હોય છે, (૮) અને તેથી તેને કર્મનું અકર્તાપણું હોય છે. આ ક્રમથી જ્ઞાનમય ભાવને લીધે જ્ઞાનીને આ બધું હોય છે.
સ્વ
પર
જીવ
પુદ્ગલ
કર્મ
૬૫૧