________________
સમયસાર : આત્મખ્યાતિ
સદોદિતપણું વર્તે છે, તે નિરંતર એક જ્ઞાયકભાવરૂપ શુદ્ધ આત્માનો આત્યંતિક અનુભવ કરે છે, એટલે આમ આ સદોદિત વિવિક્ત આત્મખ્યાતિપણાને લીધે જ્ઞાનીનો ભાવ જ્ઞાનમય જ હોય, જ્ઞાની સદા જ્ઞાન જ્ઞાન ને જ્ઞાનમય જ ભાવે પરિણમે છે, એટલે કે તે જ્ઞાની જ્ઞાનમય ભાવનો જ કર્તા છે.
‘‘સહેજે પ્રગટ્યો નિજ પર ભાવ વિવેક જો, અંતર આતમ ઠહર્યો સાધન સાધવે રે લો. સાધ્યાલંબી થઈ જ્ઞાયકતા છેક જો, નિજ પરિણતિ થિર નિજ ધર્મરસ ઠવે રે લો. જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામ જો,
તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિની રે લો.
જાગ્યો સમ્યગ્ જ્ઞાન સુધારસ ધામ જો,
છાંડી મિથ્યા દુર્જય નિંદ પ્રમાદની રે લો.'' - મહામુનીશ્વર શ્રી દેવચંદ્રજી
“મેરે ઘટ જ્ઞાન ભાનુ ભયો ભોર,
ચેતન ચૂકવા ચેતના ચકવી,
ભગો વિરહ કો સોર... મેરે ઘટ.'' - શ્રી આનંદઘન પદ-૧૫
પણઆથીઉલટુંઅજ્ઞાનીનેતેભાવતો-‘સમ્યક્ત્વ-પરવિવેકનાઅભાવથીઅત્યંત પ્રત્યસ્તિમિત વિવિક્ત આત્મખ્યાતિપણાને લીધે - અજ્ઞાનમય જ હોય.'
અજ્ઞાનીનો અજ્ઞાનમય
આત્મખ્યાતિ પ્રત્યસ્તમન
યથાર્થપણે
ભાવ : સ્વપર અવિવેક, ‘જ્ઞાનિનતુ વ્રજ્ઞાનમય વ ચાત્' । - અર્થાત્ જે અજ્ઞાની છે, તેને સમ્યપણે જેમ છે તેમ યથાવત્ વસ્તુસ્થિતિ પ્રમાણે સ્વપરનો વિવેક ઉપજ્યો નથી, આત્મા - અનાત્માનું ભેદજ્ઞાન પ્રગટ્યું નથી, એટલે આત્મા સિવાયના બીજા બધા ભાવથી - સમસ્ત પર ભાવથી પૃથક્ કરેલ - અલગ પાડેલ - વિવિક્ત આત્મખ્યાતિનું તેને અત્યંત પ્રત્યસ્તમિતપણું વર્તે છે, સર્વ પરભાવથી ભિન્ન એવા એક શુદ્ધ આત્માની અનુભૂતિના ભાનુનું તેને અત્યંત અસ્ત પામી ગયાપણું - આથમી ગયાપણું વર્તે છે, તે કદી પણ એક જ્ઞાયક ભાવરૂપ શુદ્ધ આત્માનો અનુભવ કરતો નથી, એટલે આમ આ અત્યંત પ્રત્યસ્તમિત વિવિક્ત આત્મખ્યાતિપણાને લીધે વિવિક્ત પૃથક્ આત્માનુભવના અભાવે અજ્ઞાનીનો ભાવ અજ્ઞાનમય જ હોય. અજ્ઞાની સદા અજ્ઞાન અજ્ઞાન ને અજ્ઞાનમય જ ભાવે પરિણમે છે, એટલે કે અજ્ઞાની સદા અજ્ઞાનમય ભાવનો જ કર્તા છે.
આકૃતિ
જ્ઞાની
સ્વ
વિવેક
ઉદિત વિવિક્ત આત્મખ્યાતિ
જ્ઞાનમય ભાવ
-
-
સ્વ
જીવ
વા
૪
પર
અજ્ઞાની
પર
પુદ્ગલકર્મ
સ્વ
પર
અવિવેક પ્રત્યસ્તમિત - વિવિક્ત – આત્મખ્યાતિ અજ્ઞાનમય ભાવ
-