________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૫ એમ જીવની સ્વભાવભૂત પરિણામશક્તિ હોતાં આત્મભાવનું જ કર્તુત્વ ઉદ્ઘોષતો સમયસાર કળશ (૨૦) સંગીત કરે છે -
૩પગતિ - स्थितेति जीवस्य निरंतराया, स्वभावभूता परिणामशक्तिः । तस्यां स्थितायां स करोति भावं,
यं स्वस्य तस्यैव भवेत्स कर्ता ॥६५॥ નિરંતરાયા જીવની સ્થિતા એ, સ્વભાવભૂતા પરિણામ શક્તિ; તે સ્થિત સતે તેહ કરે જ ભાવ, જેહ સ્વનો તે તસ કર્ણ સાવ. ૬૫
- અમૃત પદ-૫
“સાહેબા ! વાસુપૂજ્ય જિગંદા' - એ રાગ જીવ દ્રવ્ય છે આ પરિણામી, નિજ ભાવનો કર્તા નામી (૨) ૧ એમ જીવની પરિણામ શક્તિ, સ્વભાવભૂત સ્થિત એ વ્યક્તિ; અંતરાય જેમાં ના આવે, એવી નિરંતરાયા સ્વભાવે... જીવ. ૨ તેહ સ્થિત સતે આ ખરે ! છે, જેહ ભાવ સ્વનો કરે છે,
કર્તા તેનો જ તેહ ઠરે છે, ભગવાન્ અમૃતચંદ્ર વદે છે... જીવ. ૩ અર્થ - એમ જીવની સ્વભાવભૂત પરિણામ શક્તિ નિરંતરાયા સ્થિત છે, તે સ્થિત સતે, તે (જીવ). જે ભાવ સ્વનો (પોતાનો - આત્માનો) કરે છે, તેનો જ તે કર્તા હોય.
અમૃત જ્યોતિ મહાભાષ્ય “ચેતન ચેતન ભાવ.” - શ્રીમદ્ રાજચંદ્રજી “પરિણામી ચેતન પરિણામો કર્મ જે જીવે કરિયે રે.” - શ્રી આનંદઘનજી “જીવ ચેતના સંજુગત, સદા પૂરણ સબ ઠૌર, તાતેં ચેતન ભાવકૌ, કરતા જીવ ન ઔર.” - બના. કૃત કર્તા કર્મ અ. ૨૧
આ જે ઉપરમાં “આત્મખ્યાતિ'ના ગદ્યભાગમાં વિવરી દેખાડ્યું, તેના સારસમુચ્ચયરૂપ નિગમન કરતો આ કળશ કહ્યો છે - સ્થિતિ નવી નિરંતરાય માવમૂતા પરિણામશવિત્તઃ - ઉક્ત પ્રકારે ત્રણે કાલમાં ન ચળે એવા અખંડ નિશ્ચયથી જીવની “સ્વભાવભૂત” એવી પરિણામશક્તિ “નિરંતરાયા સ્થિત છે, જ્યાં કંઈ પણ અંતરાય-વિજ્ઞ-આડખીલી નથી એવી સ્વયં-આપોઆપ સ્થિત છે, કાંઈ નવીન સ્થાપિત કરવાની નથી અને તસ્યાં સ્થિતીય સ કરોતિ માવં યં સ્વસ્થ - તે સ્થિત (Ever-standing) સત તે - જીવ જે ભાવ સ્વનો- પોતાનો - આત્માનો કરે છે, તેનો જ તે કર્તા હોય - તવૈવ ભવેત્ત I
૬૪૩