________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા ૧૨૧-૧૨૫ જીવનું પરિણામિપણું સાધે છે –
ण सयं बद्धो कम्मे ण सयं परिणमदि कोहमादीहिं । जइ एस तुज्झ जीवो अप्परिणामी तदा होदी ॥१२१॥ अपरिणमंतम्हि सयं जीवे कोहादिएहिं भावेहिं । संसारस्स अभावो पसजदे संखसमओ वा ॥१२२॥ पुग्गलकम्मं कोहो जीवं परिणामएदि कोहत्तं । तं सयमपरिणमंतं कहं णु परिणामयदि कोहो ॥१२३॥ अह सयमप्पा परिणमदि कोहभावेण एस दे बुद्धी । कोहो परिणामयदे जीवं कोहत्तमिदि मिच्छा ॥१२४॥ कोहुवजुत्तो कोहो माणुवजुत्तो य माणमेवादा । माउवजुत्तो माया लोहोवजुत्तो हवदि लोहो ॥१२५॥ જીવ આ અહો ! કર્મમાં, બદ્ધ સ્વયં જો નો'ય રે ! ક્રોધાદિથી સ્વયં ન પરિણમે, અપરિણામિ તો હોય રે... અજ્ઞાનથી. ૧૨૧ સ્વયં ક્રોધાદિ ભાવેથી, જીવ અપરિણમતો જોય રે; સંસાર અભાવ પ્રસંગ તો, વા સાંખ્ય સમય જ હોય રે... અ. ૧૨૨ ક્રોધપણું પરિણાવે જીવને, પુગલ કર્મ (જ) ક્રોધ રે; સ્વયં અપરિણમતા તેહને, ક્યમ પરિણમાવે ક્રોધ રે ?... અજ્ઞાનથી. ૧૨૩ જો બુદ્ધિ ક્રોધે ભાવે આતમા, પરિણમે આ સ્વયમેવ રે; ક્રોધ પરિણમાને જીવને, ક્રોધપણું - મિથ્યા એવ રે.. અ. ૧૨૪ ક્રોધ ઉપયુક્ત ક્રોધ આતમા, માન ઉપયુક્ત જે માન સોય રે;
માયા ઉપયુક્ત માય જે, લોભ ઉપયુક્ત લોભ હોય રે.. અજ્ઞાનથી. ૧૨૫ ગાથાર્થ - જો ત્વારા અભિપ્રાયે સ્વયં કર્મમાં ન બદ્ધ આ જીવ સ્વયં ક્રોધાદિથી નથી પરિણમતો, તો તે અપરિણામી હોય. ૧૨૧
ક્રોધાદિક ભાવે જીવ સ્વયં અપરિણમતે સતે, સંસારનો અભાવ હોય, અથવા સાંખ્ય સમયનો પ્રસંગ આવે છે. ૧૨૨
પુદ્ગલકર્મ એવો ક્રોધ જો જીવને ક્રોધપણું પરિણમવે, તો સ્વયં અપરિણમતાને ક્રોધ કેમ પરિણમાને વારુ ? ૧૨૩
હવે આત્મા સ્વયં ક્રોધ ભાવે પરિણમે છે એવી જો હારી બુદ્ધિ છે, તો ક્રોધ જીવને ક્રોધપણું પરિણામાવે છે એ મિથ્યા થશે. ૧૨૪
ક્રોધ ઉપયુક્ત આત્મા ક્રોધ અને માન ઉપયુક્ત જ માન, માયા ઉપયુક્ત માયા અને લોભ ઉપયુક્ત લોભ હોય છે. ૧૨૫
૩૯