________________
સમયસાર : આત્મખ્યાતિ
હવે પુદ્ગલ દ્રવ્યનું પરિણામ સ્વભાવપણું સાધે છે - સાંખ્યમતાનુયાયી શિષ્ય પ્રતિ -
जीवे ण सयं बद्धं ण सयं परिणमदि कम्मभावेण । जइ पुग्गलदब्वमिणं अप्परिणामी तदा होदि ॥११६॥ कम्मइयवग्गणासु य अपरिणमंतीसु कम्मभावेण । संसारस्स अभावो पसज्जदे संखसमओ वा ॥११७॥ जीवो परिणामयदे पुग्गलदव्वाणि कम्मभावेण । ते सयमपरिणमंते कहं णु परिणामयदि चेदा ॥११८॥ अह सयमेव हि परिणमदि कम्मभावेण पुग्गलं दव्वं । जीवो परिणामयदे कम्मं कम्मत्तमिदि मिच्छा ॥११९॥ णियमा कम्मपरिणदं कम्मं चि य होदि पुग्गलं दव्वं । तह तं णाणावरणाइपरिणदं मुणसु तचेव ॥१२०॥ પુદ્ગલ દ્રવ્ય આ જીવમાં, બદ્ધ સ્વયં જે નો'ય રે, કર્મભાવે સ્વયં ન પરિણમે, અપરિણામી તો હોય રે... અજ્ઞાનથી. ૧૧૬ કર્મભાવે કામણવર્ગણા, અપરિણમતી જોય રે; સંસાર અભાવ પ્રસંગ તો, વા સાંખ્ય સમય જ હોય રે... અજ્ઞાનથી. ૧૧૭ કર્મભાવે પરિણાવતો, પુદ્ગલ દ્રવ્યોને જીવ રે; સ્વયં અપરિણમતા તેહને, ક્યમ પરિણાવે જીવ રે ?.. અજ્ઞાનથી.૧૧૮ કર્મ ભાવે જો પરિણમે, પુદ્ગલ દ્રવ્ય સ્વયમેવ રે; જીવ પરિણાવે કર્મને, કર્મપણું - મિથ્યા એવ રે... અજ્ઞાનથી. ૧૧૯ કર્ણપરિણત પુગલ દ્રવ્ય તો, કર્મ જ નિયમ હોય રે,
ત્યમ જ્ઞાનાવરણાદિ પરિણત, તે તો તેહજ જોય રે... અજ્ઞાનથી. ૧૨૦ ગાથાર્થ - જે આ પુદ્ગલ દ્રવ્ય જીવમાં સ્વયં બદ્ધ નથી, સ્વયં કર્મભાવે પરિણમતું નથી, તો તે અપરિણામી હોય છે. ૧૧૬
અને કાશ્મણ વર્ગણાઓ કર્મભાવે અપરિણમતી સતે, સંસારનો અભાવ પ્રસંગ આવશે, અથવા સાંખ્યસમય પ્રાપ્ત થશે. ૧૧૭
જીવ પુદ્ગલ દ્રવ્યોને કર્મભાવે પરિણાવે, તો તે સ્વયં અપરિણમતાને ચેતયિતા કેમ પરિશમાવે વાર ? ૧૧૮ - હવે પુદ્ગલ દ્રવ્ય સ્વયમેવ જ કર્મભાવે પરિણમે છે, તો જીવ કર્મને (કાર્પણ વર્ગણાને) કર્મપણું પરિણાવે છે, એ મિથ્યા છે. ૧૧૯
નિયમથી કર્મપરિણત પુદ્ગલ દ્રવ્ય કર્મ જ હોય, તેમ જ્ઞાનાવરણાદિ પરિણત તેને (પુદ્ગલને) તે જ (જ્ઞાનાવરણાદિ) જણ ૧૨૦
૬૩૪