________________
-
-
મૂર્તિ છે. (૫) ‘આમ જ્ઞાન-કરવત કલનાનું પાટન નાટક કરીને, જીવ-અજીવ સ્ફુટ વિઘટન જ્યાં લગી પામ્યા નથી, ત્યાં લગી તો ‘પ્રસભ' – પ્રબલપણે વિકસતી વ્યક્ત ચિન્માત્રશક્તિથી વિશ્વને વ્યાપીને શાતુદ્રવ્ય સ્વયં અતિરસથી ઉચ્ચપણે પ્રકાશી રહ્યું.' અર્થાત્ - આવા પ્રકારે જ્ઞાનરૂપ ઝીણી કરવતની કલના વડે પાટન (ફાડવાનું) નટાવીને કરવતથી જેમ કાષ્ઠની બે ચોક્ખી ફાડ કરવામાં આવે, તેમ જીવ-અજીવનો સ્પષ્ટ ભેદ કરવા રૂપ બે ફાડ કરવા રૂપ પાટનનો (ફાડવાની - વ્હેરવાની ક્રિયા) ભાગ ભજવીને, જીવ - અજીવ એ બન્ને જ્યાં હજુ સ્ફુટ વિઘટન પામ્યા નથી, નિજ નિજ દ્રવ્યપણે અલગ અલગ સ્થિતિ પામવા રૂપ જુદાપણું પામ્યા નથી, ત્યાં તો પ્રસભથી - પ્રબળપણે વિકસતી વ્યક્ત - પ્રગટ ચિન્માત્ર શક્તિથી વિશ્વને અખિલ લોકને વ્યાપીને, શાતૃદ્રવ્ય (શાયક આત્મા) સ્વયં અતિરસથી છલકાઈ જતા ઉભરાઈ જતા - અતિશાયિ ચૈતન્યરસથી અત્યંતપણે ઉચ્ચપણે પ્રકાશી રહ્યું ! આ ભેદશાન થતાં જ્યાં જીવ - અજીવ હજુ સ્ફુટ ભેદસ્થિતિ પામ્યા નથી ત્યાં તો શાતુદ્રવ્ય ચિત્ શક્તિથી લોકવ્યાપી - વિશ્વવ્યાપી થઈ, કેવળજ્ઞાન સ્વરૂપે વિશ્વપ્રકાશી બની ઉચ્ચપણે પ્રકાશી રહ્યું ! ભેદશાનના પરમફળરૂપ દિવ્ય કેવળજ્ઞાન જ્યોતિના પ્રકાશથી અત્યંત ઝગઝગી રહ્યું !
ઈતિ જીવાજીવ પ્રરૂપક પ્રથમ અંક.
-
૭૫
=