________________
સમયસાર : આત્મખ્યાતિ
મૂઢમતિ ! તથા પ્રકારના લક્ષણથી પુગલ દ્રવ્ય જીવ થઈ ગયું ! અને નિર્વાણ પામેલો પણ પુદ્ગલ જીવત્વને પ્રાપ્ત થયો !' - આ ગાથાઓનાં ભાવનું ઓર સ્પષ્ટીકરણ “આત્મખ્યાતિ'માં અમૃતચંદ્રજીએ પ્રકાશ્ય છે અને “એમ આ સ્થિત છે કે વર્ણાદિ ભાવો જીવ નથી એવો નિશ્ચય સ્થાપ્યો છે.”
હવે આચાર્યજી (૬૫-૬૬) ગાથામાં પ્રકાશે છે - “એકેંદ્રિય, બેઈદ્રિય, ત્રિઈદ્રિય, ચર્તુઈદ્રિય અને પંચેન્દ્રિય એવા બાદર – સૂક્ષ્મ પર્યાપ્ત - અપર્યાપ્ત જીવો નામકર્મની પ્રકૃતિઓ છે અને કરણભૂત એવી તે આ પુદગલમથી પ્રકતિઓથી નિવૃત્ત (નિર્માણ કરાયેલી જીવસ્થાનો જીવ કેમ કહેવાય ?' - આ ગાથાની તલસ્પર્શી તાત્ત્વિક મીમાંસા અમૃતચંદ્રજીએ “આત્મખ્યાતિ'માં પ્રકાશી છે - “નિશ્ચયથી કર્મ અને કરણના અભિન્નપણાને લીધે જે જેના વડે કરાય છે, તે તે જ છે એમ સમજીને, જેમ કનક પત્ર કનક વડે કરાતું કનક જ છે, નહિ કે અન્ય : તેમ જીવસ્થાનો - બાદર – સૂક્ષ્મ એકેંદ્રિય, દ્વીંદ્રિય, ટીંદ્રિય, ચતુરિંદ્રિય, પંચેંદ્રિય પર્યાપ્ત - અપર્યાપ્ત નામની પુદ્ગલમયી નામકર્મ પ્રકૃતિઓથી કરવામાં આવતા – પુદ્ગલ જ છે, નહિ કે જીવ અને નામકર્મ પ્રકૃતિઓનું પુદ્ગલમયપણું આગમ પ્રસિદ્ધ છે અને દેશ્યમાન એવા શરીર આકાર આદિ મૂર્ણ કાર્યોથી અનુમેય છે. એમ ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન, સંહનન પણ - પુગલમય નામકર્મ પ્રકૃતિઓથી નિવૃત્તપણું (ઉત્પન્નપણું) સતે, તેના અવ્યતિરેકથી (અભિન્નપણાથી) જીવસ્થાનોથી જ ઉક્ત છે. તેથી વર્ણાદિ જીવ નથી એમ નિશ્ચય સિદ્ધાંત છે.
શેષ તો વ્યવહારમાત્ર છે આ (૬૭)મી ગાથામાં આચાર્યજીએ પ્રતિપાદન કર્યું છે - “જે પર્યાપ્ત - અપર્યાપ્ત અને જે સૂક્ષ્મ – બાદર એવી દેહની જીવસંજ્ઞાઓ સૂત્રમાં વ્યવહારથી કહી છે.” આ ગાથાની વ્યાખ્યા “આત્મખ્યાતિ'માં કરતા અમૃતચંદ્રજીએ “ધૃતકુંભ' - ઘીના ઘડાનું સુંદર દૃષ્ટાંત રજુ કરી પરમ અદભુત પરમાર્થ પ્રકાશ્યો છે અને આ ઉક્તનો સાર દર્શાવતો અમૃત કળશ (૪૦) સંગીત ર્યો છે - “ધૃતકુંભ' - ઘીનો ઘડો કહેવામાં આવતાં પણ કુંભ જે ધૃતમય - ઘીનો બનેલો નથી, તો તે જ પ્રમાણે વર્ણાદિમતુ જીવના જલ્પનમાં - કથનમાં પણ જીવ તન્મય - તે વર્ણાદિમય નથી.”
આ પણ સ્થિત જ છે રાગાદિ ભાવો જીવ નથી એમ (૬૮)મી ગાથામાં આચાર્યજીએ પ્રકાર્યું છે - “મોહનીય કર્મના ઉદય થકી જે આ ગુણસ્થાનો વર્ણવવામાં આવ્યા છે, તે જે નિત્ય અચેતન ઉક્ત છે તે જીવો કેમ હોય છે ?' આ ગાથાની વ્યાખ્યા “આત્મખ્યાતિ'માં કરતાં અમૃતચંદ્રજીએ આ નિશ્ચય સિદ્ધાંતનું પરિદૃઢપણું કરાવ્યું છે - “મિથ્યાષ્ટિ આદિ ગુણસ્થાનો - પૌદ્ગલિક મોહકર્મ પ્રકૃતિનું વિપાકપૂર્વકપણું સતે નિત્ય અચેતનત્વને લીધે, “કારણાનુવિધાયી કાર્યો હોય એટલા માટે, “યવપૂર્વક થવો થવો જ છે' એ ન્યાયે - પુદ્ગલ જ. નહિ કે જીવ; અને ગુણસ્થાનોનું નિત્ય : થકી અને ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત આત્માથી અતિરિક્તપણે વિવેચકોથી સ્વયં ઉપલભ્યમાનપણા થકી પ્રસાધ્ય છે. * તેથી રાગાદિ ભાવો જીવ નથી એમ સિદ્ધ થયું. ત્યારે કોણ છે જીવ ? તો કે - (નીચેના કળશોમાં કહીએ છીએ તે) -
હવે આ જીવાજીવ અધિકારના ઉપસંહારમાં અમૃતચંદ્રજી “પંચરત્ન'રૂ૫ સમયસાર કળશ લલકારે છે - (૧) “જીવ તો સ્વયં અનાદિ, અનંત, અચલ, સ્વસંવેદ્ય એવું ચૈતન્ય અત્યંત ચકચકી રહ્યું છે.” (૨) કારણકે વર્ણાદિથી સહિત તથા વિરહિત એમ બે ભેદે અજીવ છે, તેથી કરીને અમૂર્તત્વને ઉપાસીને જગતુ જીવના તત્ત્વને દેખતું નથી, એમ આલોચીને વિવેચકોથી ન અવ્યાપિ વા અતિવ્યાપિ એવું સમુચિત વ્યક્તપણે જીવતત્ત્વ પ્રકાશનું અચલ ચૈતન્ય આલંબાઓ !' (૩) “એવા પ્રકારે લક્ષણથી જીવથી વિભિન્ન એવા સ્વયં ઉલ્લચંતા અજીવને જ્ઞાનીજન અનુભવે છે, તો પછી અજ્ઞાનિનો નિરવધિ પ્રવિભિત (અત્યંત ઉલ્લસિત) મોહ અહો ! અરે ! નાટક કેમ કરી રહ્યો છે ? (૪) “ભલે નાટક કરે, તથાપિ – આ અનાદિ મહાઅવિવેક-નાટ્યમાં વર્ણાદિમાનું પુદ્ગલ જ નાટક કરે છે, અન્ય નહિ; અને આ જીવ રાગાદિ પુદ્ગલ વિકારથી વિરુદ્ધ એવો શુદ્ધચૈતન્ય ધાતુમય મૂર્તિ છે.” અર્થાત્ અનાદિ કાળથી ચાલી રહેલા આ વિશ્વવ્યાપક મહામોહરૂપ અવિવેક નાટ્યમાં વર્ણાદિમાનું તો પુદ્ગલ જ નટ નાટક કરે છે, અન્ય નહિ; અને આ જીવ તો રાગાદિ પુદ્ગલ વિકારોથી વિરુદ્ધ - વિપરીત એવો શુદ્ધ ચૈતન્યધાતુમય
૭૪