________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૧૦૭ અને નિર્વત્યે એવું પુગલ દ્રવ્યાત્મક કર્મ ગ્રહે છે, પરિણાવે છે, ઉપજાવે છે, કરે છે, બાંધે છે, એવો જે વિકલ્પ છે, તે તો પ્રગટપણે ઉપચાર છે, વ્યવહારથી આરોપિત ભાવ છે. કુંભકાર જેમ માટી રહે છે, તેને સ્થાસાદિ પરિણામ પમાડે છે, ઘડો ઉપજાવવાની પ્રક્રિયા કરે છે, પાકાદિથી ઘડો દેઢ બંધવાળો કરે છે, એ જેમ ઉપચારથી કથાય છે, તેમ આત્મા કર્મવર્ગણા યોગ્ય પુદ્ગલ દ્રવ્યને રહે છે, દ્રવ્ય કર્મ રૂપે ઉપજવે છે, સ્થિતિ બંધ કરે છે, અનુભાગ બંધ બાંધે છે, પ્રદેશ બંધ પરિણમાવે છે. તપ્ત લોહ પિંડ જેમ જલને તેમ સર્વ આત્મપ્રદેશોથી રહે છે. અર્થાત આત્મા પુદગલ દ્રવ્યાત્મક કર્મ રહે છે, યાવતું બાંધે છે, તે ઉપચારથી કથાય છે.
પર
જીવ
પુદ્ગલ
દ૨૩ .