________________
સમયસાર : આત્મખ્યાતિ
એટલે તે તેનો અનુભવિતા અનુભવનારો વેદક–વેદનારો ભોક્તા હોય છે; અને તે ભાવ પણ ત્યારે તન્મયપણે વ્યાપ્ય-વ્યાપકપણે તે આત્માનો ‘ભાવ્ય' - ભાવાવા યોગ્ય ભાવ છે, એટલે તે તેનો ‘અનુભાવ્ય’ - અનુભવાવા યોગ્ય છે. આમ આત્મા ભાવ્ય-ભાવક ભાવથી નિજ શુભાશુભ ભાવનો જ ભોક્તા - અનુભવિતા હોય છે, પણ પરભાવનો તો કર્તા નથી જ હોતો, તેમજ ભોક્તા પણ નથી જ હોતો.
સ્વ જીવ
|
૬૧૦
પર
પુદ્દગલ