________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯૯ વ્યવહારથી પરદ્રવ્યાત્મક કર્મ આત્મા કરે છે એવો જે વ્યવહારીઓનો વ્યામોહ છે, તે પરમાર્થથી
જોતાં “સત’ નથી એમ અત્રે નિરૂપણ કર્યું છે અને તેનું પરિસ્પષ્ટ વિશ્લેષણ આત્મા વ્યાય-વ્યાપક પરમતત્ત્વદેશ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ દાખવ્યું છે. જે “ખરેખર !” -
કહેવામાત્ર નહિ પણ નિશ્ચય કરીને પરમાર્થસતપણે આ આત્મા પરવ્યાત્મક કર્મનો કર્તા છે નહિ કર્મ કરે. તો નિયમથી તન્મય' - તે પરદ્રવ્યમય હોય. શાને લીધે ?
પરિણામ-પરિણામી ભાવની અન્યથા અનુપપત્તિને લીધે - અઘટમાનતાને લીધે અને આ આત્મા તન્મય-તે પરદ્રવ્યમય છે નહિ. શાને લીધે ? દ્રવ્યાંતરમયપણામાં દ્રવ્ય ઉચ્છેદની આપત્તિને લીધે - પ્રસંગ પ્રાપ્તિને લીધે. આમ આ આત્મા તન્મય-તે પરદ્રવ્યમય છે નહિ, તે પરથી શું ફલિત થાય છે ? આ આત્મા વ્યાપ્ય-વ્યાપક ભાવથી તે પરદ્રવ્યાત્મક કર્મનો કર્તા છે નહિ. વ્યાવ્યિાપમાન ન તસ્ય ર્તા:તિ . આ વ્યાખ્યાનો સ્પષ્ટ વિશેષાર્થ આ પ્રકારે – આત્મા પરદ્રવ્યાત્મક કર્મ કરે છે એવો જે વ્યવહારીઓનો મતિ વિભ્રમરૂપ વ્યામોહ છે, તે
પરમાર્થથી જોતાં અસત છે, કારણકે જે ખરેખર ! નિશ્ચયથી આ આત્મા આત્મા પરવ્યાત્મક કર્મ ‘પદ્રવ્યાત્મક કર્મ' કરે, તો તે “નિયમથી તન્મય હોય', એકાંતરૂપથી તે કરે તો તન્મય થાય પરદ્રવ્યમય હોય. કયા કારણથી ? તો કે “પરિણામ-પરિણામી ભાવની
અન્યથા અનુપપત્તિ હોય માટે', “રામપરિણામવાન્યથાનુપજે.' - પરિણામ - પરિણામી ભાવ અન્ય પ્રકારે ઘટે નહિ માટે. અર્થાત જેવો ને જેટલો પરિણામી તેવું ને તેટલું પરિણામને જેવું ને જેટલું પરિણામ તેવો ને તેટલો પરિણામી, એવો પરિણામ - પરિણામી ભાવનો વ્યાપ્યવ્યાપક સંબંધ છે, એટલે કે પરિણામી ચેતન હોય તો તેનું પરિણામ જડ હોય, એટલે ધારો કે ચેતન આત્મા જે પરદ્રવ્યાત્મક કર્મ કરે, તો તે ઉક્ત પરિણામ-પરિણામી ભાવ બીજા કોઈ પ્રકારે નહિ ઘટી શકવાને લીધે તન્મય-તે પરદ્રવ્યમય બની જાય. અને એમ “દવ્યાંતરમયત્વે દ્રવ્યોચ્છવા પત્તે - જો તે તન્મય - તે જડ પરદ્રવ્યમય બને તો “દ્રવ્ય
ઉચ્છેદની આપત્તિ' થાય, દ્રવ્ય ઉચ્છેદનો પ્રસંગ પ્રાપ્ત થવારૂપ મોટી આફત અને તન્મય થાય તો દ્રવ્ય- આવી પડે - જે સર્વથા અનિષ્ટ છે. કારણકે ચેતન જે પરદ્રવ્યાત્મક કર્મપણે. ઉચ્છેદ આપત્તિ પરિણમી પુદગલ દ્રવ્યમય જડ બને કે જડ ને ચેતન બને તો કોઈ પણ
દ્રવ્યની કોઈ વ્યવસ્થા રહેવા પામે નહિ. આમ મોટું દૂષણ આવે છે, એટલા માટે ચેતનમય આત્મા પુદગલમય પરદ્રવ્યાત્મક કર્મ કરે છે. એવી જે વ્યવહારીઓની ભાં તે મિથ્યા છે, અસત છે. એટલે ચેતનમય આત્મા પુદગલમય પરદ્રવ્યાત્મક કર્મ કરતો નથી. એટલે તે તન્મય - પરદ્રવ્યમય પણ થતો નથી. તેથી આત્મા વ્યાપ્યવ્યાપક ભાવ વડે તે પરદ્રવ્યાત્મક કર્મનો ઉપાદાનરૂપે કર્તા નથી, અર્થાત્ વ્યાપ્ય એવું જે પુદ્ગલદ્રાવ્યાત્મક કર્મ તેના પ્રદેશમાં વ્યાપકભાવે આત્મા કર્તા સંભવતો નથી જ.
સ્વ.
પર
જીવ
યુગલ
so૧