________________
સમયસાર : આત્મખ્યાતિ
અજ્ઞાની જીવ છે તે જ સતૃણાભ્યવહા૨કારીપણું છોડાવવા માટે મહાજ્ઞાનેશ્વર પરમાર્થ મહાકવિ અમૃતચંદ્રજી સુંદ૨ અન્યોક્તિથી અજ્ઞાનીના અજ્ઞાનનો માર્મિક ઉપહાસ કરે છે 'पीत्वा दधीक्षु मधुराम्लरसातिगृद्ध्या ' દધિ-ઈક્ષુ પીને મધુર-અમ્લ-ખટમીઠા રસની અતિવૃદ્ધિથી વધારે પડતી લોલુપતાથી તે ખરેખર ! ગાયનું જાણે રસાલ દૂધ દોહે છે ! - માં લોધિ યુઘ્ધમિવ નૂનમતૌ રસાનું ।' અર્થાત્ કોઈ મનુષ્ય દધિ-ઈસુ - દહીં અને ઈશુનું - શેરડીનું મિશ્રણ પીએ છે, તેને તેનો ખાટો-મીઠો (ખટ મીઠો) ૨સ ગોઠી જાય છે, તે એટલે સુધી કે તેને તે ખટમીઠા રસની ‘વૃદ્ધિ’ લુબ્ધતા લાલસા ઉપજે છે, તેથી ખટમીઠા રસની ‘અતિવૃદ્ધિથી' - અતિશય વૃદ્ધિથી - વધારે પડતી લુબ્ધતાથી (Excessive greed) તે ગાયનું રસાલ-રસભર્યું-સરસ દૂધ દોહે છે, તે એટલા માટે કે ખટાશનું મિશ્રણ
મેળવણ નાંખી તે દૂધમાંથી પ્રથમ તો દહીં બને - દૂધ પોતે દધિ પર્યાયે પરિણમે, ને પછી તેમાં ઈસુ રસના સંયોગસંબંધ થકી (admixture) પોતાનો પ્રિય ખટમીઠો રસ હાંસલ થાય ! આમ તે ગાયનું ૨સાલ દૂધ દોહે છે તે ખરેખર ! દધિ-ઈશુનો ખટમીઠો રસ આસ્વાદવા ખાતર ! તેમ અજ્ઞાની જીવ છે તે અનાદિથી સ્વ-પરની ભેળસેળવાળો-‘મિલિત આસ્વાદવાળો' વિકૃત ચૈતન્યપરિણામનો વિ૨સ - વિકૃત રસ અનુભવી રહ્યો છે અને અનાદિ અભ્યાસથી તે વિરસ રસ પણ તેને ગોઠી ગયો છે ! તે એટલે સુધી કે તેને તે ખટમીઠા રસ સમા વિરસ રસની ‘વૃદ્ધિ' - લુબ્ધતા - લાલસા ઉપજે છે. તેથી તે વિરસ રસની ‘અતિ વૃદ્ધિથી' - વધારે પડતી લુબ્ધતાથી (Excessive greed) તે ચેતના-કામધેનુનું રસાલ-રસભર્યું-સરસ શાન-દૂધ દોડે છે, તે એટલા માટે કે રાગાદિ રંગનરૂપ વિભાવ-ખટાશનું મિશ્રણ-મેળવણ નંખાતાં તે જ્ઞાન-દૂધમાંથી પ્રથમ તો અજ્ઞાનરૂપ દહીં બને - જ્ઞાન-દૂધ પોતે અજ્ઞાન-ધિ પર્યાયે પરિણમે અને પછી તેમાં પરભાવરૂપ ઈક્ષુરસના સંયોગ સંબંધ થકી (admixtures) પોતાનો અનાદિનો પ્રિય ખટમીઠો વિરસરસ વિભાવરૂપ વિકૃત ચેતન રસ હાંસલ થાય ! આમ તે ચેતના-કામધેનુનું રસાલ જ્ઞાન-દૂધ દોહે છે, તે ખરેખર ! વિભાવ - પરભાવનો મિશ્ર ખટમીઠો વિરસ રસ આસ્વાદવા ખાતર !
S
-
-
૫૮૮
-
-