________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર કળશ-૫૭
હવે અજ્ઞાનથી જ કર્તાપણું હોય છે એમ અદ્ભુત અન્યોક્તિથી દર્શાવતો સમયસાર કળશ (૧૨)
પ્રકાશે છે
वसंततिलका सतॄणाभ्यवहारकारी,
अज्ञानतस्तु
ज्ञानं स्वयं किल भवन्नपि रज्यते यः ।
पीत्वा दधीक्षु मधुराम्लरसातिगृद्ध्या,
गां दोग्धि दुग्धमिव नूनमसौ रसालं ॥ ५७॥
અજ્ઞાનથી જ સહ જે તૃણ ભોજનારો, જ્ઞાન સ્વયં નકી છતાં પણ રંજનારો;
શ્રીખંડ પી ખટમીઠા રસ વૃદ્ધિ આણે, તે ગાયનું દુધ રસાલ દુહે જ જાણે ! ૫૭
અમૃત પદ-૫૭
જ્ઞાન ભોજન અજ્ઞાનથી બગાડતો, શાને રાગનો રંગ લગાડતો,
ગજ શું ખડ આ ખરેખર ! ખાય રે ? મિષ્ટ ભોજન શું ખડ મિલાય રે ?... જ્ઞાન ભોજન... ૧ ખટમીઠો શ્રીખંડ આ ખાઈને, ખટમીઠા રસથી ન ધરાઈને, અતિવૃદ્ધિથી દોહે ગાયને ! દૂધ રસાળું પીવા ધાયને ખડખાવાપણું આ છોડને ! જ્ઞાન ભોજનમાં મનને જોડને !
જ્ઞાન ભોજન... ૨
ભગવાન અમૃતચંદ્રની આ વાણને, અમૃતમયી સદાય પ્રમાણને !... જ્ઞાન ભોજન... ૩
અર્થ - જે ખરેખર ! સ્વયં જ્ઞાન હોતાં છતાં અજ્ઞાનથી જ સદ્ગુણ અભ્યવહારકારી (તૃણ સહિત આહાર કરનારો) રાગ કરે છે (રંજે છે), તે શ્રીખંડ પીને મધુરામ્સ (ખટમીઠા) રસની અતિવૃદ્ધિ થકી ખરેખર ! ગાયનું જાણે ૨સાલ દૂધ દૂહે છે !
‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય
“સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, પ્રેમથી અને દ્વેષથી, પ્રેમથી વિરક્ત થયા વિના દ્વેષથી છૂટાય નહિ.'' - શ્રીમદ્ રાજચંદ્ર, અં. (૪૮૦), ૫૬૬
મેં અજ્ઞાનમેં સુપ્ત રહ્યો પર ધ્યાન મેં, જાગ્યો જાન્યૌ તત્ત્વ તોહિ ગુન માન મેં,
જ્યું દરિદ્રી લહી દ્રવ્ય અધૃતિ ચિતમઁ કરે, તૈસે અસંત જ્ઞાન પાઈ જ્ઞાન સુખ જન વરે.’’
શ્રી દેવચંદ્રજી કૃત ‘દ્રવ્યપ્રકાશ’, ૩-૧૨૧ ઉપરમાં ‘આત્મખ્યાતિ'ના ગદ્યભાગમાં કત્વ મૂલ અજ્ઞાન વિવરી દેખાડ્યું, તેની પુષ્ટિમાં સારસમુચ્ચયરૂપ આ કળશ લલકાર્યો છે, ‘જ્ઞાનં સ્વયં તિ મવષિ રાખ્યતે યઃ' - આ આત્મા સ્વયં - પોતે પ્રગટપણે શાન હોતાં છતાં જે રંજાય છે રંગાય છે - રાગાદિના રંગથી રંગાય છે, તે અજ્ઞાનને લીધે જ સતૃણાભ્યવહારકારી ‘અજ્ઞાનતસ્તુ સતૃષ્ણામ્યવહારજારી' છે, તૃણ સાથે અભ્યવહાર - આહાર કરનારો છે. અર્થાત્ હાથી જેમ સુંદર શુદ્ધ ધાન્ય હોય, તેને તૃણ-ઘાસ સાથે ભેળવીને-મિશ્ર કરીને સેળભેળ કરીને ખાય છે, સતૃણ અભ્યવહાર અશુદ્ધ આહાર કરે છે, તેમ આ જ્ઞાનમય આત્મા પોતે નિશ્ચયથી પ્રગટ શુદ્ધ જ્ઞાન છે છતાં, પોતાના નિજ સ્વરૂપનું ભાન નહિ હોવાથી અજ્ઞાનને લીધેજ રાગાદિ રંગના અનુરંજન સાથે મિશ્રપણે - સેળભેળપણે - અશુદ્ધ ભાવ સહિતપણે અશુદ્ધ અનુભવ કરે છે. આ જ શુદ્ધ ધાન્યરૂપ અમૂલ્ય જે જ્ઞાન, તેનું તૃણરૂપ - તણખલા જેવા નિર્માલ્ય રાગાદિ રંગન સાથે અભ્યવહાર - આહાર કરવારૂપ સદ્ગુણ અભ્યવહારકારીપણું છે અને આજ જે રાગાદિ રંગથી રંગાયેલો
૫૮૭
-
-