________________
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૯૧ જ ત્રિવિધ વિકાર પરિણામે પરિણમે, એટલે આ વિકૃત આત્મભાવરૂપ - વિભાવરૂપ ભાવકર્મનો
કર્તા હોય, (૨) અને આ આત્મા તેવા તેવા વિભાવ ભાવરૂપ તાત્પર્ય ભાવકર્મનો કર્તા હોય, એટલે જ પછી તેનું નિમિત્ત માત્ર પામીને પુદ્ગલ અશાન-ભાવકર્મદ્રવ્ય કર્મ દ્રવ્ય દ્રવ્યકર્મ પરિણામે પરિણમી દ્રવ્યકર્મનું કર્તા હોય. ૩) આથી ઉલટું
આત્મા જે વિભાવભાવરૂપ ભાવકર્મ પરિણમે ન પરિણમે, તો પછી તેના નિમિત્ત અભાવે દ્રવ્યકર્મના ઉદભવનો સંભવ પણ ન રહે. (૪) અને વિભાવ નષ્ટ કરી આત્મા નિશ્ચય રત્નત્રયસ્વરૂપ શુદ્ધ ઉપયોગ પરિણામે પરિણમે તો ગારુડ મંત્રના સામર્થ્યથી વિષ જેમ નિર્બેજ થાય તેમ સ્વયમેવ નીરસ થઈને પૂર્વબદ્ધ દ્રવ્યકર્મ પણ જીવથી પૃથફ - અલગ થઈને નિર્જરા પામે, ખરી જાય.
સ્વ જીવ
પર પુદ્ગલ
૫૧