________________
સમયસાર : આત્મખ્યાતિ
જીવતો જાગતો પ્રયોગસિદ્ધ સમયસાર
આવું અદ્ભુત, આવું અનુપમ, આવું અલૌકિક જેનું શુદ્ધ ચૈતન્ય ધ્યાન હતું, તે શુદ્ધ ચૈતન્યમૂર્તિ સહજત્મસ્વરૂપ સ્વામી શ્રીમદ્દ સાક્ષાત પ્રત્યક્ષ પ્રગટ શુદ્ધ આત્મા થયા છે - પ્રયોગસિદ્ધ સમયસાર થયા છે. સાક્ષાત પ્રત્યક્ષ પ્રગટ અનુભવસિદ્ધ - જીવતો જાગતો પ્રયોગસિદ્ધ-સમયસાર જેવો હોય તે શ્રીમદ્ રાજચંદ્રનું જીવતું જાગતું જ્વલંત અધ્યાત્મ ચરિત્ર - “અધ્યાત્મ રાજચંદ્ર' આપણી દૃષ્ટિ સન્મુખ હાજર છે.
શ્રીમદ્ભા શુદ્ધ આત્મચારિત્રમય ચરિત્રામૃત પ્રત્યે અને શુદ્ધ આત્માનુભૂતિના સહજ ઉદ્ગારરૂપ વચનામૃત પ્રત્યે દૃષ્ટિપાત કરતાં સહજ સુપ્રતીત થાય છે, કે શ્રીમદ્ શુદ્ધ આત્માને - સાક્ષાતુ સમયસાર પામેલા શુદ્ધ આત્મા અનુભવ હસ્તગત કર્યો એવા પરમ વીતરાગ સત પુરુષ થઈ ગયા છે. શાસ્ત્રનો વિષય પરોક્ષ છે અને અનુભવનો વિષય પ્રત્યક્ષ આત્મપ્રત્યક્ષ “શાસ્ત્રતિષ્ઠાંત નવર:' - શાસ્ત્રથી પર એવા અનુભવની ભૂમિકા શાસ્ત્રની ભૂમિકા કરતાં ઘણી ઘણી આગળ છે. આવો સમયસાર - શુદ્ધ આત્મા પ્રયોગસિદ્ધ કરી અનુભવપ્રત્યક્ષ કર્યો છે, એ જ શ્રીમદનું પરમ સતુ પડ્યું - પરમ મહતું પડ્યું છે. ” વર્તમાનમાં આવો પ્રયોગસિદ્ધ સાક્ષાત સમયસારભૂત દિવ્ય પુરુષ થઈ ગયો છે. તેવી તથારૂપ શુદ્ધ આત્મદશા સંપન્ન - સાક્ષાત્ સમયસાર સંપન્ન શ્રીમદ્ભા દિવ્ય આત્માની અમૃત ખ્યાતિ પોકારતા એમના આત્માના અમૃતાનુભૂતિમય વચનામૃતો બુલંદ અવાજથી આ વસ્તુ જગતને જાહેર કરે છે. (Proclaims)
ખરેખર ! “આતમ ભાવના ભાવતાં જીવ લહે કેવલ જ્ઞાન રે એ આત્મભાવના અહોનિશ ભાવબારા પરમ ભાવિતાત્મા વીતરાગ શ્રીમદે આત્માની - સમયસારની જેવી ને જેટલી આત્યંતિક ભાવના કરી છે તેવી ને તેટલી પ્રાયે ભાગ્યે જ કોઈએ કરી હશે. કેવલ એક શદ્ધ આત્માની - સમયસારની અનુભૂતિ જેને નિરંતર વર્તતી હતી, એવા શ્રીમદ્ભી સમયસાર દશાનું સૂચન પૂર્વે કેવલ શુદ્ધાત્માનુભવ દશા પ્રકરણમાં આદિ સ્થળે સ્થળે કર્યું જ હતું. જેમકે - કૃતકૃત્ય અદભૂત શાનદશા જેને પ્રગટી હતી એવા “સહજ સ્વરૂપી” (અં-૩૭૭) સહાત્મસ્વરૂપી શ્રીમની “આત્માકાર સ્થિતિ હતી (અં-૩૯૮), તે તેમના પરમાર્થસખા સૌભાગ્ય પરના પત્રોમાં આવતા અનુભવ પ્રમાણ વચનામૃત પરથી સહેજે પ્રતીત થાય છે. “અત્રે આત્માકારતા વર્તે છે. ચિત્તની દશા ચૈતન્યમય રહ્યા કરે છે. “આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે છે. અર્થાત આત્માના પોતાના સ્વરૂપને વિષે કેવળ જગત હોય ત્યારે તેને કેવળજ્ઞાન વર્તે છે. એમ કહેવું યોગ્ય છે, એવો શ્રી તીર્થંકરનો આશય છે.' અં.૪૩૧
આ સમયસારની- શુદ્ધ આત્માની અમૃતાનુભૂતિના સહજ ઉદ્ગાર “સહજ સમાધિ પર્વત” પ્રાપ્ત (અં. ૬૦૯) દશાએ પહોંચી ગયેલા શ્રમી સાક્ષાત્ સમયસાર દશા ડિડિમ નાદથી ઉદ્ઘોષે છે. શ્રીમની આ સમયસાર દશા કેવી છે? અત્ર તપાસીએ “સમજ્યા તે શમાઈ રહ્યા, સમજ્યા તે સમાઈ ગયા' - એ વાક્યનું વિવેચન કરતા પરમ પરમાર્થ પ્રકાશતા સૌભાગ્ય પરના અમૃત પત્ર (અં. ૬૫૧) શ્રીમદે આ અનુભવસિદ્ધ પરમાર્થ પ્રકાશ્યો છે અને આમ સ્વરૂપ સમજીને સ્વરૂપમાં શમાવા રૂપ શાશ્વત અમૃત માર્ગ પામી જે સાક્ષાત અનુભવસિદ્ધ શુદ્ધ આત્મા થયા હતા, એવા શ્રીમદ્દ “દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત' પામ્યા હતા. એટલે જ જ્ઞાનાવતાર શ્રીમની આ “દેહ છતાં દેહાતીત' દશા દેખી આશ્ચર્યથી દિંગ થઈ જઈ સર્વકાળના સર્વ મુમુક્ષુઓ આ ભાવપૂર્ણ નમસ્કાર શ્રીમદ્જ લાગુ પાડતાં, ભક્તિથી એકી અવાજે પોકારી ઊઠે છે - “જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાય રહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ પરમ ભક્તિથી નમસ્કાર હો !! તે મહાત્મા વર્તે છે તે દેહને, ભૂમિને,