________________
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રના ચરણ કમળમાં
સમર્પણ
જે ધર્મમૂર્તિ સંત જ્ઞાનાવતારે રે, પાવન અવિન આ કરી અવતારે રે;
ભારત જ્યોતિર્ધર જે આ કાળે રે,
વિરલ વિભૂતિ વિશ્વને ઉજ્જળે રે... જે ધર્મમૂર્ત્તિ. ૧
જે પુણ્યશ્લોક દિવ્ય જ્યોતિ રાજચંદ્રે રે,
જ્ઞાનચંદ્રિકા વિસ્તારી આત્મચંદ્રે રે;
સાક્ષાત્ જે પ્રયોગસિદ્ધ સમયસારે રે,
આત્મસિદ્ધિ મહાપ્રામૃત આત્મ તારે રે... જે ધર્મમૂર્તિ. ૨ મહાવીરનો મહામાર્ગ જેણે ઉદ્ઘોષ્યો રે,
નિગ્રંથ પંથ ભવ અંત ઉપાય ઉદ્બોધ્યો રે;
મૂળ માર્ગનું દિવ્ય ગાન જેણે ગાયું રે, દિવ્ય ધ્વનિનું અમૃત પાન પાયું રે.. જે ધર્મમૂર્તિ, ૩ જે રાજચંદ્ર વચનામૃત જગ સારો રે, અનુભવસિદ્ધ સમય સારો રે;
સાગર શું ગંભીર અહો ! અતિ ઉદારો રે,
પામે કોણ અહો ! તેનો પારો રે... ધર્મમૂર્તિ. ૪ તે રાજચંદ્રના પદાજમાં પ્રોલ્લાસે રે, આત્મખ્યાતિ’ ઉપરે સર્જ્યું આ દાસે; ‘અમૃત જ્યોતિ’ મહાભાષ્ય ઉલ્લાસે રે,
ગ્રંથ સમર્યો આ ભગવાનદાસે રે... જે ધર્મમૂર્તિ. ૫
ફાગણ પૂર્ણિમા, સં. ૨૦૫૦ ૨૭-૩-’૯૪
૫, કે.એમ. મુન્શી માર્ગ
૩
ભગવાનદાસ