________________
જીવ
જીવરૂપ મિથ્યાદર્શનાદિ
કર્તાકર્મ પ્રરૂપક દ્વિતીય અંકઃ સમયસાર ગાથા-૮૭
આકૃતિ
-
-
આ ઉપરથી શો પરમાર્થ ફલિત થાય છે તે વિચારવા યોગ્ય છેઃ પુદ્ગલરૂપ મિથ્યાદર્શનાદિ દ્રવ્યકર્મની પ્રકૃતિનો જ્યારે ઉદય થાય છે, ત્યારે સ્વચ્છતાકારણે દર્પણમાં આકૃતિનું જેમ પ્રતિબિંબ પડે છે, તેમ ચૈતન્યતા કારણે ઉપયોગમય ચેતનમાં તે પ્રકૃતિનો ‘અનુભાવ' ઉપજે છે તે પ્રકૃતિનું ભાવન-અનુભવન-સંવેદન થાય છે; એટલે કે ઉપયોગ તદાકારે ચેતન પરિણામ વિકાર રૂપ મિથ્યા દર્શનાદિ વિભાવભાવે પરિણમે છે. હવે જે અજ્ઞાની છે ને જેને ભેદની ખબર નથી, તે તો તે તે પ્રકૃતિના અનુભાવરૂપ અનુસરતા ભાવરૂપ - અનુભવરૂપ વિભાવભાવને પોતાના સ્વભાવ જાણી તન્મયપણે પ્રવર્તે છે; પણ જે ભેદશાની છે તેને તો આ વિભાવ ને સ્વભાવનું પ્રગટ ભેદજ્ઞાન વર્તે છે. તે જાણે છે કે આ ચેતન પરિણામના વિકારરૂપ વિભાવભાવો તે હારૂં શુદ્ધ સ્વરૂપ નથી, અશુદ્ધ સ્વરૂપ છે; મ્હારૂં શુદ્ધ સ્વરૂપ તો શુદ્ધ ઉપયોગમય ચેતન જ છે, તે જ મ્હારો સ્વભાવ છે. એમ સમજી તે વિભાવમાંથી આત્મભાવ વ્યાવૃત્ત કરે ને શુદ્ધ ચેતનનો જ અનુભવ કરે છે. આમ સકલ વિભાવથી ભિન્ન આત્માના સ્વભાવમય શુદ્ધ સ્વરૂપને સમ્યક્ષણે દેખતા-જાણતા-અનુભવતા હોવાથી ભેદજ્ઞાની પુરુષ સમ્યગ્દષ્ટિ, સભ્યજ્ઞાની અને સમ્યક્ચારિત્રી (વિરતિ) હોય છે. સકલ પરભાવ-વિભાવ ઉપાધિમાંથી આત્મા ઓસર્યો હોવાથી, આત્મભાવ વિસર્જન કર્યો હોવાથી, કદાચ બાહ્ય અવિરતિ હોય તો પણ તે ભાવથી પરમ વિરતિ જ છે. આથી ઉલટું જેને ભેદજ્ઞાન નથી તે પુરુષ મિથ્યાદૅષ્ટિ, અજ્ઞાની અને બાહ્યથી ગમે તેટલી વિરતિ હોય તો પણ અવિરતિ જ છે.
‘દીઠો સુવિધિ જિણંદ સમાધિ ૨સેભર્યો હો લાલ., ભાસ્યો આત્મસ્વરૂપ અનાદિનો વિસર્યો હો લાલ., સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ., સત્તા સાધન માર્ગ જાણી તે સંચર્યો હો લાલ.''
શુદ્ધ ઉપયોગમય
જીવ
સ્વભાવ
આકૃતિ
ભેદજ્ઞાન
૫૪૭
અજીવ
શ્રી દેવચંદ્રજી
અજીવરૂપ મિથ્યાદર્શનાદિ
-
અશુદ્ધ ઉપયોગમય
મિથ્યાદર્શનાદિ
વિભાવ (ચૈતન્ય પરિણામનો વિકાર)